Savera Gujarat
Other

કૃષિથી માંડી રસોડા સુધી મોંઘવારીએ માઝા મૂકી

સવેરા ગુજરાત/નવી દિલ્હી તા.8 ભારતમાં 14 તબકકે પેટ્રોલ-ડિઝલમાં 10 રૂપિયાનો તોતીંગ ભાવવધારો ઝીંકી દેવાયા બાદ બે દિવસથી ભાવ સ્થિર છે છતાં હજુ આવતા દિવસોમાં ભાવ વધુ ભડકવાના એંધાણ છે તે પાછળનું કારણ ભારતીય કંપનીઓનો સાઉદી અરામકો પાસેથી ક્રુડ ખરીદી ઘટાડવાનો નિર્ણય છે.
સાઉદી અરામકોએ એશિયા માટેના ક્રુડમાં ભાવવધારો કર્યો છે. ક્રુડની કિંમત રેકોર્ડસ્તરે પહોંચી છે એટલે ભારતની ટોચની બે કંપનીઓએ અરામકો પાસેથી ખરીદી ઘટાડવાનું નકકી કર્યુ છે. તેના વિકલ્પો પર સરકારે વિચારવાનું શરૂ કર્યુ છે. નાણામંત્રાલયના માસિક આર્થિક સમીક્ષા રીપોર્ટમાં એક કહેવામાં આવ્યું છે કે આયાત પદ્ધતિ પ્રથામાં બદલાવ શકય છે. કેન્દ્ર સરકારના એક સીનીયર અધિકારીએ કહ્યું કે મોંઘા ઈંધણથી આર્થિક વિકાસ પ્રભાવીત થઈ શકે છે. ક્રુડની કિંમત 110-120 ડોલર વચ્ચે રહે તો મોંઘવારી વધુ મોઢુ ફાડે તેમ છે તેની સીધી અસર આર્થિક વિકાસ પર થશે.
ઉર્જા ઉત્પાદનનો આધાર આયાતી કોલસા પર છે. કોલસાની કિંમતમાં એક વર્ષમાં 196 ટકાનો વધારો છે. વિજળી મોંઘી થાય તો તેની પણ સીધી અસર મોંઘવારી પર થઈ શકે છે. ફેબ્રુઆરી-માર્ચ દરમ્યાન ભારતને ક્રુડ ખરીદીમાં વધારાના 19.33 ડોલરનો ખર્ચ કરવો પડયો હતો. ફેબ્રુઆરીમાં 94.07 ડોલર પર ખરીદી કરી હતી તે માર્ચમાં સરેરાશ 113.40 ડોલરના ભાવ ચુકવવા પડયા હતા.
પેટ્રોલ-ડિઝલ-કોલસા જેવી પાયાની ચીજોમાં બેફામ ભાવવધારાની અસરથી દેશમાં ખેતીથી માંડીને રસોડાની ચીજવસ્તુઓ સુધી તમામે તમામ ચીજોમાં મોંઘવારીનો માર છે. તમામે તમામ વર્ગના લોકોને મોંઘવારી દઝાડી રહી છે અને તે પાછળનું મુખ્ય કારણ રશિયા-યુક્રેન યુદ્ધ છે. યુદ્ધને કારણે વિવિધ ચીજોની સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ છે. ભારત 10 ટકા ખાતર યુક્રેનની આયાત કરે છે તેને ફટકો પડયો છે. 90 ટકા સનફલાવર તેલની પણ યુક્રેન-રશિયાથી થાય છે. તે અટકતા બે માસમાં જ 23 ટકા કિંમત વધી છે તેની અસરે પામતેલ-સોયાબીન સહીતના ખાદ્યતેલો મોંઘા થયા છે.

 

Related posts

કોંગ્રેસ અંધારામાં રહ્યું અને રાહુલનું સાંસદપદ છીનવાયું

saveragujarat

દેશના ખેડૂત અને ખેતીને આત્મ ર્નિભર બનાવવા પ્રાકૃતિક કૃષિ આવશ્યકઃ રાજ્યપાલ

saveragujarat

ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રીએ બેટ દ્વારકામાં ડીમોલેશન સાઈટનું નિરીક્ષણ કર્યું

saveragujarat

Leave a Comment