Savera Gujarat
Other

ગુજરાતને જીએસટી, વેટ, વળતર પેટે ૮૬,૭૮૦ કરોડની આવક

સવેરા ગુજરાત/ગાંધીનગર, તા.૦૧
ગુજરાત રાજ્યને નવી કરપ્રણાલી ગુડ્‌‌સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ના અમલીકરણ બાદ નાણાંકીય વર્ષ ૨૧-૨૨માં સૌથી વધુ આવક થઇ છે. વિતેલ નાણાંકીય વર્ષમાં ગુજરાતને જીએસટી, વેટ અને વળતર પેટે કુલ રૂ. ૮૬,૭૮૦ કરોડની આવક થયેલ છે. જેમાં માર્ચ મહિનામાં ગુજરાત રાજ્યને જીએસટી પેટે રૂ. ૪,૫૩૦ કરોડની આવક છે દેશમાં જુલાઇ- ૨૦૧૭માં નવી કરપ્રણાલી લાગુ થયા પછીની સૌથી વધુ માસિક આવક છે. જે ગત માર્ચ-૨૦૨૧ની રૂ. ૩,૫૨૩ કરોડની આવક કરતા રૂ. ૧,૦૦૭ કરોડ કે ૨૮.૫૬% વધારે છે. તો ફેબ્રુઆરી-૨૦૨૨ની રૂ. ૪,૧૮૯ કરોડની તુલનાએ માર્ચમાં જીએસટી આવકમાં ૮%નો વધારો દર્શાવે છે.વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન ગુજરાત રાજ્યને કુલ રૂ.. ૮૬,૭૮૦ કરોડની જીએસટી આવક થઇ છે જે ગત વર્ષ ૨૦૨૦-૨૧માં થયેલી રૂ. ૬૬,૭૨૩ કરોડની આવકની સરખામણીએ ગુજરાતને રૂ. ૨૦,૦૫૭ કરોડ વધા છે. કોવિડ-૧૯ મહામારીના કારણે અગાઉ આર્થિક પ્રવૃતિઓ ઘટવાના પરિણામે વર્ષ ૨૦૨૦-૨૧માં રાજ્યની જીએસટી આવક પર ગંભીર અસર થઇ હતી.
જાે કે વર્ષ ૨૦૨૧-૨૨માં થયેલી આવક ગુજરાતની અર્થતંત્ર કોરોના મહામારીના ફટકાથી બેઠું થઇ રહ્યુ હોવાના સંકેત આપે છે.
વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન જીએસટી પેટે કુલ રૂ. ૪૫,૪૬૪ કરોડની આવક થયેલી છે. જે વર્ષ ૨૦૨૦-૨૧ની રૂ. ૩૦,૬૯૭ કરોડની આવકની તુલનાએ રૂ. ૧૪,૭૬૭ કરોડ કે ૪૮.૧૦%નો વધારે દર્શાવે છે. તો ગત નાણાંકીય વર્ષે ગુજરાતને વેટ પેટે કુલ રૂ. ૩૦,૧૩૭ કરોડની આવક થઇ છે. જે અગાઉના વર્ષ ૨૦૨૦-૨૧ની રૂ. ૨૦,૮૨૭ કરોડના વેટ ક્લેક્શનની તુલનાએ રૂ. ૯,૩૧૦ કરોડ કે ૪૪.૭૦% વધારે છે.

Related posts

ગુજરાત પોલીસે અંતે ૪૧૯ ચાઈનીઝ લોન એપ બંધ કરી

saveragujarat

એરબસ ડિફેન્સ અને ટાટા કન્સોર્ટિયમ દ્વારા ભારતમાં જ ભારતીય વાયુસેના માટે ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ તૈયાર કરવામાં આવશે. પીએમ મોદી 30ના રોજ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે

saveragujarat

અમદાવાદ આઇકેડીઆરસી એયુએફઆઇ મહિલાઓની સારવાર માટે ગર્ભાશય પ્રત્યારોપણ શરૂ કરાશે

saveragujarat

Leave a Comment