Savera Gujarat
Other

જામનગર સંચાલિત ૧૧માં ખેલ મહાકુંભની જિલ્લા તાલુકા કક્ષાની સ્પર્ધાનું સમાપન કરાવતા સાંસદ પૂનમબેન માડમ

સવેરા ગુજરાત/જામનગર: જામનગરના સાંસદ  પૂનમબેન માડમના અધ્યક્ષ સ્થાને રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી,જામનગર સંચાલિત ખેલ મહાકુંભ-૨૦૨૨ની જામનગર તાલુકા/ઝોનકક્ષા- સીધી જિલ્લા/મહાનગરપાલિકા કક્ષાની સ્પર્ધાનો સમાપન સમારોહ યોજાયો હતો.

આ પ્રસંગે સાંસદશ્રીએ જણાવ્યું હતું કે, ખેલ મહાકુંભના માધ્યમથી ગુજરાતના છેવાડાના વિસ્તારો સુધી પણ રમત ગમતમાં કૌવત દેખાડતી અનેક પ્રતિભાઓને શોધવામાં સફળતા મળી છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ખેલ પ્રતિભાઓને શોધી રાષ્ટ્રીય સ્તરે તેમના કૌવતને આગળ લાવી શકાય તે માટે ખેલ મહાકુંભનો પ્રારંભ કર્યો હતો. ગુજરાતના ગામડે-ગામડે રહેલા બાળકથી લઇ કોઇપણ ઉંમરના વ્યક્તિ પોતાના કૌશલ્યને જાણે અને વિશ્વ પણ તેને જાણે તે માટેની વ્યવસ્થાઓ ખેલ મહાકુંભના માધ્યમથી પ્રધાનમંત્રીએ કરી હતી. આજે વૈશ્વિક કક્ષાએ રમાતી અનેક રમતોમાં ભારત અને ખાસ ગુજરાતની પ્રતિભાઓ પોતાનું કૌશલ્ય દેખાડવામાં અગ્રેસર આવી છે.આ તકે, મેયર  બીનાબેન કોઠારીએ ગ્રામ્યસ્તર થી લઈ રાજ્યકક્ષા સુધી ખેલ પ્રતિભાઓ આગળ વધી શકે તે માટેની ખેલ મહાકુંભની વ્યવસ્થા વિશે વિસ્તારપૂર્વક જણાવ્યું હતું.આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઇ ચનિયારા, ડી.ઇ.ઓ ઓફિસ જામનગરના  મધુબેન ભટ્ટ, જિલ્લા રમત-ગમત અધિકારી  નીતાબેન વાળા, આહિર કન્યા વિદ્યાલયના પ્રમુખ મુળુભાઇ કંડોરીયા, મહેશભાઇ મુંગરા, ભીખુભાઇ વારોતરીયા, ડી.ડી.ગોરિયા, ગોવિંદભાઇ કરમુર, ભરતભાઇ ઝાલા, આહિર કન્યા વિદ્યાલયના આચાર્યા ભાવનાબેન બોદર, સંસ્થાના ટ્રસ્ટીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

 

 

Related posts

ગુજરાત સહકારીતા-સંસ્કારનું સમન્વયનું શ્રેષ્ઠ પ્રતિકઃ વડાપ્રધાન

saveragujarat

જિનપિંગના ઈરાદા એકદમ સાફ, યુદ્ધની તૈયારી કરી રહ્યું છે ચીન

saveragujarat

ઠંડીથી બચવા માટે તાપણું કરતા બે ઈસમો દાઝ્‌યા

saveragujarat

Leave a Comment