Savera Gujarat
Other

વિશ્વમાં પરમાણુ યુદ્ધ ફાટી નીકળે તેવી શક્યતા, યુક્રેન પર રુશ હુમલાથી ઉભો થયો ખતરો, NATO ના ભૂતપૂર્વ વડાએ ચેતવણી આપી છે.

સવેરા ગુજરાત:-  યુક્રેન પર રશિયાના  હુમલાને કારણે હવે યુરોપમાં પરમાણુ યુદ્ધનો ખતરો ઉભો થયો છે. નાટોના ભૂતપૂર્વ વડાએ કહ્યું છે કેરશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધથી પરમાણુ યુદ્ધ થઈ શકે છે. યુરોપના ભૂતપૂર્વ નાટોના ડેપ્યુટી સુપ્રીમ એલાઈડ કમાન્ડર જનરલ સર એડ્રિયન બ્રેડશોએ જણાવ્યું હતું કે જો રશિયન સૈનિકો નાટોના વિસ્તારોમાં પગ મૂકશે તો તેના સભ્યો રશિયા સામે યુદ્ધ શરૂ કરશે. વાસ્તવમાં, નાટોના સભ્ય દેશો યુક્રેનના પૂર્વમાં હાજર છે. આવી સ્થિતિમાં જો આ દેશો પર ભૂલથી હુમલો થાય તો સ્થિતિ ભયાનક બની શકે છે. રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન દ્વારા યુક્રેન પર ઓલઆઉટ યુદ્ધની ઘોષણા બાદ આજે ગુડ મોર્નિંગ બ્રિટન પર બોલતા, જનરલ સર એડ્રિને ચેતવણી આપી હતી કે જો રશિયન સૈનિકો નાટોના વિસ્તારોમાં પ્રવેશ કરશે તો તેના ગંભીર પરિણામો આવશે.

વાસ્તવમાં, યુક્રેનની આસપાસ એસ્ટોનિયા, લાતવિયા, લિથુઆનિયા, પોલેન્ડ, ચેક રિપબ્લિક, સ્લોવાકિયા, હંગેરી, રોમાનિયા અને બલ્ગેરિયા જેવા દેશો છે, જે નાટોના સભ્ય છે. જનરલ બ્રેડશોએ કહ્યું કે આ ખૂબ જ ગંભીર છે. આનાથી પરમાણુ યુદ્ધ થઈ શકે છે. આપણે આવું ન થવા દેવું જોઈએ. તેમણે ચેતવણી આપી હતી કે કોઈપણ સંજોગોમાં પરમાણુ શસ્ત્રો હંમેશા ખતરો છે.

નાટો દેશો સાથે ત્જશે ટક્કર તો પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવામાં આવી શકે છે.

જો કે, સર જનરલ બ્રેડશોએ કહ્યું કે પરંતુ મને નથી લાગતું કે યુક્રેન પરના હુમલાના સંદર્ભમાં પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવામાં આવે તેવી શક્યતા છે. જો રશિયા નાટોના સદસ્ય દેશો સાથે ટકરાશે અને પરિસ્થિતિ કાબૂ બહાર થઈ જશે તો પરમાણુ હથિયારોનો ખતરો ઉભો થયો હશે. રશિયાનો સિદ્ધાંત પરિસ્થિતિને ચરમસીમાએ લઈ જવાનો છે, એમ તેમણે જણાવ્યું હતું. તે પરિસ્થિતિને એટલી હદે લઈ જાય છે કે આપણે જવાની કલ્પના પણ કરી શકતા નથી. આ સ્થિતિમાં મોટો ખતરો ઉભો થાય છે.

યુક્રેનના લોકોમા ડરનો માહોલ

રશિયાએ આજે ​​સવારે યુક્રેન સામે યુદ્ધની ઘોષણા કરી હતી. આ પછી યુક્રેન તરફ એક લાખ ટેન્ક મોકલવામાં આવી હતી. તે જ સમયે, રશિયાના હુમલા પછી, યુક્રેનમાં લોકો સુરક્ષિત સ્થળો તરફ જવા લાગ્યા છે. દેશભરમાં ATMની બહાર લોકોની લાંબી કતારો છે. નાગરિકો તેમના પાળતુ પ્રાણી અને સામાન કારમાં લઈને દેશની બહાર જઈ રહ્યા છે. કિવમાં વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. આ સિવાય ખાર્કિવ પ્રદેશના એક એરપોર્ટ પર પણ હુમલો કરવામાં આવ્યો છે. રાજધાની કિવમાં પણ જોરદાર વિસ્ફોટો સંભળાયા હતા.


Related posts

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બ્રેઇનડેડ રાજુભાઇ બજાણીયાના ૭ મીટર લાંબા નાના આંતરડા અને બંને કિડનીનું દાન મળ્યું

saveragujarat

કેન્દ્રીય રેલવે રાજ્ય મંત્રી દર્શનાબહેન જરદોશે મુંબઈ-અમદાવાદ હાઇ સ્પીડ કૉરિડોરનાં નિર્માણ કાર્યની કરી સમીક્ષા.

saveragujarat

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર એમ્બ્લેટન, પર્થ – ઓસ્ટ્રેલિયામાં બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજનો પ્રથમ વાર્ષિક પ્રતિષ્ઠોસ્તવની પરમ ઉલ્લાસભેર ઉજવણી કરાઈપ

saveragujarat

Leave a Comment