Savera Gujarat
Other

સાર્વજનિક હોસ્પિટલના ચેરમેન જીગીશ મહેતા ની દીકરી પ્રેરણા મહેતાએ પોતાની સ્વ બચત કરેલ ચાર વર્ષની બચતમાંથી મૃતક સિક્યુરિટી ગાર્ડ ના પરિવારને ગાય અને વાછરડું અર્પણ કર્યું

સવેરા ગુજરાત:-

કહેવત છે કે કૂવામાં હોય તો હવાડામાં આવે એ કહેવત ને સાર્થક કરતી પ્રેરણા મહેતા જે સાર્વજનિક હોસ્પિટલ મોડાસાના ચેરમેન જીગિષ મહેતા ની ધોરણ ૧૨ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની એ કરી બતાવ્યું છે. જિગીષ મહેતા જે સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા છે તેવા જ સંસ્કાર તેમની દીકરી પ્રેરણામાં છે જે તેને આ એક ઉદાહરણ પૂરું પાડ્યું હતું.જેમાં મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં ફરજ બજાવતા સાકરિયા ગામના જનક પટેલનું ઉત્તરાયણ ના દીને અકસ્માતમાં મોત નિપજ્યું હતું.સાથે તે જ દિવસે પરીવારને આજીવિકા પૂરું પાડતી ગાય નું આકસ્મિક મોત નીપજતાં પરિવાર પર આભ તુટી પડયું હોય તેવી પરિસ્થતિ સર્જાઈ હતી.ત્યારે સાર્વજનિક ના ચેરમેન,ટ્રસ્ટીઓ મદદરૂપ બાળકોને સહાય પણ કરી હતી.પણ આ બનેલ ઘટનાની સમગ્ર વાત ચેરમેન જીગીશ મહેતા એ પોતાની દીકરી પ્રેરણાને વાત કરતા તે ગાયના મોત ને લઈ ભાવુક બની ગઈ હતી .અને તેને પોતાના પિતાએ આપેલ ચાર વર્ષની કરેલ સ્વ બચત પોતાના પિતાને અર્પણ કરી મૃતક જનક પટેલના પરિવારને ગાય આપવાની વાત કરતા પિતાને પોતાના બાળકોને આપેલ સંસ્કારો પર ગર્વ થયો અને તેમને પોતાની દીકરી પ્રેરણા તેમજ ટ્રસ્ટીઓ,સ્ટાફ સાથે સાકરિયા ગામે જનક પટેલ ના ઘરે ગાયનું પૂજન કરી પરિવારને રોજગારી પ્રાપ્ત થાય તે મદદના હેતુસર ગાય સાથે વાછરડાને અર્પણ કરી પ્રેરણા મહેતાએ સમાજને મદદની ભાવના જાગૃત થાય તેવું ઉત્તમ ઉદાહરણ સમાજને પૂરું પાડ્યું હતું

Related posts

અમિત ભાઈ અને ભૂપેન્દ્ર પટેલ મુક્ત ગગનમાં પતંગ ઉડાવી ઉતરાયણ પર્વમાં સહભાગી થયા હતા

saveragujarat

અમદાવાદમાં અંધારુ છવાયું, આખું શહેર વાદળોના બાનમાં

saveragujarat

સેન્સેક્સમાં ૯૦૦ અને નિફ્ટીમાં ૨૭૨ પોઈન્ટનો જાેરદાર ઊછાળો

saveragujarat

Leave a Comment