Savera Gujarat
Other

ખેડૂત આંદોલનકારીઓને રૂા. 6.35 કરોડની રકમ દાનપેટે મળી

નવી દિલ્હી : હાલમાં જ કેન્દ્ર સરકારે કૃષિ કાનૂન પરત ખેંચ્યા બાદ આ આંદોલન ચલાવી રહેલા સંયુક્ત કિસાન મોરચાએ હજુ તેની માંગણીઓ સાથે આંદોલન ચાલુ રાખ્યું છે પરંતુ એક વર્ષનો નાણાંકીય હિસાબ જાહેર કર્યો છે જેમાં 26 નવેમ્બર, 2020થી 29 નવેમ્બર, 2021 સુધીમાં ખેડૂત આંદોલનકારીઓને વિવિધ લોકો તરફથી રુા. 6,35,83,940 દાનપેટે મળ્યા હતા.

જેમાંથી રુા. 5.39 કરોડ વપરાયા છે અને બાકીની રકમ બેલેન્સ તરીકે રાખી છે. આંદોલનકારીઓમાં સૌથી મોટો ખર્ચ મંચ બનાવવાનો, લાઈટ અને માઈકની વ્યવસ્થા તથા આંદોલન સ્થળોએ પ્રદર્શનકારીઓને ન્હાવા સહિતની વ્યવસ્થા કરવાનો થયો છે. આંદોલનકારીઓએ દવા વગેરે માટે 68 લાખ રુપિયા સ્થળ ઉપર કેમેરા, વોકીટોકી સહિતની સુવિધા માટે 38 લાખ રુપિયા, સફાઈ માટે 32 લાખ રુપિયા, લંગરોના ટેન્ટ માટે રુા. 51 લાખ, વોટરપ્રૂફ ટેન્ટ માટે 19 અને અન્ય શેડ માટે 45 લાખનો ખર્ચો કરવામાં આવ્યો હતો. જ્યારે આઈટી સેલ પાછળ 36 લાખનો ખર્ચો કરાયો છે.

Related posts

વેક્સિનના વધુ ૬ લાખ ડોઝ મળશે, ધમધોકાર વેક્સિનેશન ચાલશે

saveragujarat

ચીનમાં જાન્યુઆરીમાં કોરોનાથી રોજના ૨૫ હજારના મોતની શક્યતા

saveragujarat

ભારતમાં એક સપ્તાહમાં કોરોના કેસોમાં ૭૮%નો વધારો નોંધાયો

saveragujarat

Leave a Comment