Savera Gujarat
કરંટ અફેયરતાજા સમાચારભારત

ભારતનો પહેલો અસેમ્બલી કોન્સ્ટિટયુન્સી લેવલ સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ અમદાવાદ ખાતે યોજાશે

સવેરા ગુજરાત, અમદાવાદ  ,તા.30

અમદાવાદ,   ભારતનો પહેલો અસેમ્બલી કોન્સ્ટિટયુન્સી લેવલ સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ અમદાવાદના વેજલપુરમાં યોજવામાં આવશે.જેમાં કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અને ગાંધીનગર લોકસભના સાંસદ અમિતભાઈ શાહ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર્ભાઈ પટેલ ઉદ્ઘાટન કરશે.

આ પ્રસંગે સ્ક્સેશફુલ સ્ટાર્ટઅપનું સન્માન કરાશે અને નવા ઉભરતા સ્ટાર્ટઅપને માર્ગદર્શન આપવામાં આવશે. આ બાબતે અમદાવાદના વેજલપુર વિધાનસભાના ધારાસભ્ય અમિતભાઈ ઠાકરએ પ્રેસ કોન્ફરન્સ સંબોધિત કરતા પત્રકારોને માહિતી આપી હતી. મજબૂત હ્યુમન ઇન્ફ્રાસ્ટ્રકચર ઉભું થાય તેમાં યોગદાન આપવાના આશયથી વેજલપુર વિધાનસભામાં વસતા યુવાનો પોતાના સ્ટાર્ટઅપ માટે સન્માન મેળવે નવા ઉભરતા સ્ટાર્ટઅપ માટે તેમને બધા જ પ્રકારે માર્ગદર્શન મળે અને તેમને સરકાર તથા પ્રાઈવેટ ઇન્વેસ્ટર તરફથી આર્થિક મદદ મળે તેવા આશય સાથે આ સ્ટાર્ટઅપ ફેસ્ટિવલનું આયોજન કરાયું છે.

એસ.જી.હાઇવે પર આવેલી YMCA ક્લબ ખાતે ૦૩ ફેબ્રુઆરી ૨૦૨૪ ને શનિવાર ના સવારે ૦૯:૩૦ કલાકે કેન્દ્ર્ના ગૃહ-સહકાર મંત્રી અને ગાંધીનગર લોકસભાના સાંસદ અમિતભાઈ શાહના હસ્તે તથા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ગૌરવમયી ઉપસ્થિતિમાં “વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ” નું ઉદ્ઘાટન થશે. જેમાં ટેકનિકલ શેસન, સ્ટાર્ટઅપ પ્રદર્શનનું ઉદ્ઘાટન લાઇવ પીચિંગ, મેંટર સાથે વાર્તાલાપ જેવા વિભિન્ન શેસન રાખવામા આવેલ છે.

Related posts

જૈન સમુદાયના પવિત્ર પર્યુષણ પર્વનો આજથી પ્રારંભ

saveragujarat

લિકર પોલિસી કૌભાંડમાં મનીષ સિસોદિયાને ૫ દિવસના રિમાન્ડ

saveragujarat

ગેરકાયદે હથિયારના પાર્ટ્‌સ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ

saveragujarat

Leave a Comment