Savera Gujarat
કરંટ અફેયરતાજા સમાચારભારત

ભાઇએ પોતાની સ્વર્ગવાસ બહેનના સ્મરણાર્થે સિવિલ હોસ્પિટલમાં સતત બીજા વર્ષે રૂ.૭૫ લાખનું ઐતિહાસિક દાન કર્યું

સવેરા ગુજરાત, નડિયાદ, ,તા.19

મહાત્મા ગાંધી વિનય મંદિર સ્કૂલ, પીચ, નડિયાદ ખાતે નરેન્દ્રભાઈ પટેલના હાથે ફરી એકવાર ૭૫ લાખનું દાન કરાયું
સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે આવતા દર્દીઓને આધુનિક સુવિધા અને જરૂરિયાતો પૂરી પાડવા માટે આ દાનની રકમનો ઉપયોગ કરવામાં આવશે-સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ.રાકેશ જોષી
ગત વર્ષે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નડિયાદના પીજ ગામના વતની ઉર્વશીબહેનની અંતિમ ઈચ્છા પૂરી કરવા માટે તેમના ભાઈ નરેન્દ્રભાઈ પટેલ અમેરિકાથી આવીને સિવિલ હોસ્પિટલમાં રૂપિયા ૭૫ લાખનું ઐતિહાસિક દાન કર્યું હતું.

આ ૭૫ લાખનું દાન સિવિલ હોસ્પિટલમાં વ્યક્તિગત સ્તરે કરવામાં આવેલ અત્યાર સુધીનું સંભવિત સૌથી મોટું દાન માનવામાં આવી રહ્યું છે.

સતત બીજા વર્ષે આજરોજ (તા:૧૯/૦૧/૨૦૨૪) મહાત્મા ગાંધી વિનય મંદિર સ્કૂલ, પીચ, નડિયાદ ખાતે નરેન્દ્રભાઈ પટેલના હાથે ફરી એકવાર ૭૫ લાખનું દાન સિવિલ હોસ્પિટલ અમદાવાદને કરવામાં આવેલ છે.

આજરોજ મળેલ ૭૫ લાખના દાનથી સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે આવતા દર્દીઓને આધુનિક સુવિધા અને જરૂરિયાતો પૂરી પાડવા માટે ઉપયોગ કરવામાં આવશે તેમ સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ રાકેશ જોશી એ જણાવ્યું હતું.
આ દાનનો સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે આવતા ગરીબ અને મધ્યમ વર્ગીય દર્દીઓના હિતાર્થે ઉપયોગ કરવામાં આવશે. આ રીતે સમાજ અને સરકારના સહયોગથી સિવિલ હોસ્પિટલ અમદાવાદના સેવાકીય કાર્યો આગળ ધપી રહે છે. ગત વર્ષ અને આ વર્ષે મળી રહેલ ૭૫-૭૫ લાખના મહાદાન બદલ તમામ સિવિલ હોસ્પિટલ તંત્ર નરેન્દ્રભાઈ પટેલ નો દિલથી આભાર પણ માન્યો હતો

Related posts

સહારાના સુબ્રતો રોય સામે વડોદરામાં નોંધાઈ ફરિયાદ

saveragujarat

સેન્સેક્સમાં ૧૪૨, નિફ્ટીમાં ૪૫ પોઈન્ટનો ઘટાડો નોંધાયો

saveragujarat

‘શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’ અંતર્ગત જિલ્લા કલેક્ટર આનંદ પટેલે માં અંબાના જયઘોષ સાથે પાલનપુર ખાતેથી શક્તિરથને પ્રસ્થાન કરાવ્યું

saveragujarat

Leave a Comment