Savera Gujarat
કરંટ અફેયરતાજા સમાચારભારત

રાજ્ય સરકાર નો મોટો નિર્ણય ગિફ્ટ સીટી માંથી દારૂબંધી હળવી કરાઈ

સવેરા ગુજરાત ગાંધીનગર,, તા. 22
ગિફ્ટ સીટી વિસ્તાર માં વાઈન એન્ડ ડાઈન સિવિદ્યા ઉપલબ્ધ કરાવશે
પ્રોહીબિશન ના નિયમો ના કરાયો ફેરફાર
વાઈન એન્ડ ડાઈન સેવા આપતી ગિફ્ટ સીટી હોટલ, રેસ્ટોરન્ટ, કલબ ના દારૂ નું સેવન કરી શકાશે

ગીફ્ટ સીટી ખાતે અધિકૃત રીતે કામ કરતા કર્મચારી/અધિકારી તેમજ ગીફ્ટ સીટી ખાતે અધિકૃત રીતે મુલાકાત લેતા મુલાકાતીઓને લીકરના સેવન માટે મુક્તિ.

ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ ટેક સીટી (GIFT City)એ ગ્લોબલ ફાઇનાન્સીયલ અને ટેકનોલોજીનું હબ છે. જે આર્થિક ગતિવિધીઓથી ધમધમે છે. ગ્લોબલ ઇનવેસ્ટર, ટેકનીકલ એક્ષપર્ટ તેમજ ગીફટ સીટી ખાતે સ્થપાયેલ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરની કંપનીઓ માટે ગ્લોબલ બીઝનેસ ઇકોસિસ્ટમ પ્રોવાઇડ કરવાના હેતુથી સમગ્ર ગીફટ સીટી વિસ્તારમાં ” વાઈન એન્ડ ડાઈન ફેસીલીટી ઉપલબ્ધ કરાવવા માટે પ્રોહીબીશનના નિયમોમાં ફેરફાર કરવા ઉચ્ચકક્ષાએ મહત્વનો નિર્ણય થયેલ છે.

આ છૂટછાટ મુજબ સમગ્ર ગીફટ સીટીમાં કામ કરતાં બધા કર્મચારીઓ/માલિકોને લીકર એકસેસ પરમીટ આપવામાં આવશે. જેના દ્વારા તેઓ આવી “વાઈન એન્ડ ડાઈન- આપતી ગીફટ સીટીની હોટેલ્સ રેસ્ટોરેન્ટસ/કક્લબમાં લીકરનું સેવન કરી શકશે. આ સિવાય દરેક કંપની જેને ઓથોરાઇઝ કરે તેવા મુલાકાતીઓને પણ ટેમ્પરરી પરમીટથી આવી હોટેલ્સ/રેસ્ટોરેન્ટસ/કલબમાં જે તે કંપનીના કાયમી કર્મચારીની હાજરીમાં લીકરનું સેવન કરવા દેવાની જોગવાઇ કરવામાં આવી છે.

GIFT City ખાતે આવેલ કે આવનાર હોટેલ્સ/રેસ્ટોરેન્ટમ/કલબ પોતાને ત્યાં વાઈન એન્ડ ડાઈન ફેસીલીટી એટલે કે એફ.બેલ.૩ પરવાના મેળવી શકશે.

GIFT CTy ખાતે અધિકૃત રીતે કામ કરતા કર્મચારીઓ અને અધિકૃત રીતે મુલાકાત લેતા મુલાકાતીઓ હોટેલ કલબ/રેસ્ટોરેન્ટમાં લીકરનું સેવન કરી શકશે. પરંતુ, હોટેલ કલબ રેસ્ટોરેન્ટ લોકરની બોટલનું વેચાણ કરી શકશે નહિ.

સમગ્ર પ્રક્રીયામાં નશાબંધી અને આબકારી વિભાગ, ગુજરાત રાજ્ય GIFT City વિસ્તાર ખાતે આવેલ એફ.એલ ૩ પરવાના ધરાવતી હોટેલ્સ રેસ્ટોરેન્ટ-ટ્રકલબ દ્વારા કરવામાં આવતા લીકરના આઘાત, સંગ્રહ અને તેના દ્વારા પીરસવામાં ભાવતાં લીકર અંગે દેખરેખ તેમજ નિયંત્રણની કામગીરી કરશે.

Related posts

૭૫ મા પ્રજાસત્તાક દિવસે રાજભવનમાં ‘એટ હૉમ’નું આયોજન: રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ નાગરિકોને ગણતંત્ર દિવસની શુભેચ્છાઓ પાઠવી

saveragujarat

કોર્ટનો સાચો કે ખોટો ચુકાદા સ્વિકારવો કાયદામંત્રીનું કર્તવ્યઃરોહિંગ્ટન ફલી નરીમન

saveragujarat

જામનગરમાં ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી દ્વારા વધુ ૧૪,૦૦૦ ફૂડ પેકેટ તૈયાર કરાવવામાં આવ્યા

saveragujarat

Leave a Comment