Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

સેન્સેક્સમાં ૧૪૯, નિફ્ટીમાં ૬૧ પોઈન્ટનો ઊછાળો જાેવાયો

સવેરા ગુજરાત,મુંબઈ, તા.૯
આજે ફરી એકવાર મામૂલી વધારા સાથે શેર માર્કેટમાં બંધ થયુ છે. આજે સપ્તાહના ત્રીજા દિવસે માર્કેટમાં ક્લૉઝિંગ સમયે બીએસઇ સેન્સેક્સમાં ૧૪૯ પૉઇન્ટ અને નિફ્ટીમાં ૬૧ પૉઇન્ટનો ઉછાળો આવ્યો હતો. આજના દિવસના કારોબારના અંતે સ્ટૉક માર્કેટમાં ઉતાર ચઢાવ જાેવા મળ્યો હતો, બીએસઇ સેન્સેક્સ આજે ૦.૨૩ ટકાના વધારા અને ૧૪૯.૩૧ પૉઇન્ટના ઉછાળા સાથે ૬૪,૯૯૫.૮૧ ના સ્તરે બંધ રહ્યો હતો, જ્યારે એનએસઇ નિફ્ટી કારોબારી દિવસના અંતે ૦.૩૨ ટકાના વધારા અને ૬૧.૭૦ પૉઇન્ટના ઉછાળા સાથે ૧૯,૬૩૨.૫૫ના સ્તેર બંધ રહ્યો હતો. આજે બન્ને ઇન્ડેક્સમાં મામૂલી વધારો જાેવા મળ્યો હતો.
સેન્સેક્સ ૧૫૦ પૉઇન્ટ ચઢ્યો, નિફ્ટી ૧૯,૬૦૦ ને પાર પર રહ્યો બંધ રહ્યો હતો, આજના કારોબારમાં ઓઇલ એન્ડ ગેસ, મેટલ શેરો ચમક્યા હતા. આજે કારોબારના અંતે સેન્સેક્સ ૧૪૯.૩૧ પૉઇન્ટ એટલે કે ૦.૨૩ ટકાના વધારા સાથે ૬૫,૯૯૫.૮૧ ના સ્તરે બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટીમાં ૬૧.૭૦ પૉઇન્ટ એટલે કે ૦.૩૨ ટકાના વધારાની સાથે ૧૯૬૩૨.૫૫ના સ્તર પર બંધ રહ્યો હતો. આજે શરૂઆતી ઘટાડા બાદ માર્કેટમાં રિક્વરી જાેવા મળી હતી, સેન્સેક્સ અને નિફ્ટી બન્ને દિવસની ઉપર સ્તર પર બંધ થયા હતા, મિડકેપ, સ્મૉલકેપ, શેરોમાં ખરીદી રહી. જ્યારે મિડકેપ ઇન્ડેક્સ રેકોર્ડ ઉંચાઇ પર બંધ થયો. વળી, મેટલ ઇન્ડેક્સ દિવસની ઉપરી સ્તર પર બંધ રહ્યાં. રિયલ્ટી, બેન્કિંગ શેરો પર દબાણ જાેવા મળ્યુ હતું. આજના કારોબારમાં ઓટો, આઈટી, ફાર્મા, એફએમસીજી, મેટલ્સ, મીડિયા, એનર્જી, ઈન્ફ્રા, કન્ઝ્‌યૂમર ડ્યૂરેબલ્સ, હેલ્થકેર અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરો પ્રભાવશાળી ઉછાળા સાથે બંધ થયા છે. જ્યારે બેન્કિંગ, રિયલ એસ્ટેટ સેક્ટરના શેરો ઘટ્યા હતા. મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં ફરી જાેરદાર તેજી જાેવા મળી છે. સેન્સેક્સના ૩૦ શેરોમાંથી ૧૭ વધ્યા અને ૧૩ નુકસાન સાથે બંધ થયા. જ્યારે નિફ્ટીના ૫૦ શેરોમાંથી ૩૪ શેરો તેજી સાથે અને ૧૬ ઘટાડા સાથે બંધ થયા હતા.આજના કારોબારમાં રોકાણકારોની સંપત્તિમાં અદભૂત ઉછાળો જાેવા મળ્યો છે. મ્જીઈ પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ૩૦૬.૨૯ લાખ કરોડના સ્તરે બંધ થયું હતું, જે અગાઉના ટ્રેડિંગ સેશનમાં ૩૦૫.૩૯ લાખ કરોડના સ્તરે બંધ થયું હતું. એટલે કે આજના સત્રમાં રોકાણકારોની સંપત્તિમાં ૯૦,૦૦૦ કરોડનો વધારો થયો છે. આજના કારોબારમાં જેએસડબલ્યુ ૨.૬૮ ટકા, ટાટા મોટર્સ ૨.૫૭ ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૨.૩૫ ટકા, ટેક મહિન્દ્રા ૧.૮૮ ટકા, ટાટા સ્ટીલ ૧.૭૪ ટકા, આઈટીસી ૧.૩૬ ટકા, ટાઇટન ૧.૧૮ ટકાના વધારા સાથે બંધ થયા છે. જ્યારે મારુતિ સુઝુકી ૦.૮૭ ટકા, બજાજ ફાઇનાન્સ ૦.૮૭ ટકા, પાવર ગ્રીડ ૦.૫૨ ટકા, ભારતી એરટેલ ૦.૨૬ ટકા, ટીસીએસ ૦.૧૯ ટકા ઘટીને બંધ થયા છે.

Related posts

વડોદરાની તૃષા સોલંકીની પ્રેમી દ્વારા કરાઈ કરપીણ હત્યા

saveragujarat

પાકિસ્તાન ચલાવે છે વિશ્વમાં ડ્રગ્સ રેકેટ

saveragujarat

હર્ષ સંઘવીને ‘‘ડ્રગ્સ સંઘવી’’ કહેવા મામલે ગોપાલ ઈટાલિયા સામે ફરિયાદ

saveragujarat

Leave a Comment