Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

ગુરૂ અને શુક્રવારે સાબરમતી રિવરફ્રન્ટ પર પ્રવેશ બંધ

સવેરા ગુજરાત,અમદાવાદ, તા.૧૪
અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. અમદાવાદના કેટલાક વિસ્તારોમાં પવન વરસાદ શરુ થયો છે. એસજી હાઈવે, પ્રહલાદનગર, શ્યામલ, સરખેજ, બોપલ, ઘુમા, શીલજ, આંબલી સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ભારે પવન સાથે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડતા ઠંડક પ્રસરી છે.કચ્છ કાંઠે પહોંચી રહેલા વાવાઝોડાથી અમદાવાદમાં ચિંતા વધી છે. સાવચેતીના ભાગરૂપ રિવરફ્રન્ટ બંધ રાખવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. ગુરૂ અને શુક્રવારે સાબરમતી રિવરફ્રન્ટ પર પ્રવેશ મળશે નહીં. અમદાવાદમાં ચાલી રહેલી ૭૦૦થી વધુ કન્સ્ટ્રક્શન સાઈટોને તકેદારીની સૂચના આપવામાં આવી છે. સરકારી, ખાનગી હોસ્પિટલમાં પણ તબીબોને હાજર રહેવા AMCએ તાકિદ કરી છે. સામાન્ય રીતે નવ કિ.મીની ઝડપે ફુંકાતા પવનના સ્થાને અમદાવાદમાં ૨૦ કિ.મીની ગતિ જાેવા મળી છે. તો ગુરૂ-શુક્રવારે ૪૦થી ૫૦ કિ.મી પ્રતિ કલાકની પવનની ગતિની શક્યતા સેવાઈ રહી છે. દરિયાકાંઠે વાવાઝોડું પસાર થતા જ અમદાવાદમાં પણ વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે.

Related posts

નાણામંત્રી તરીકે કનુ દેસાઈ આ વખતે બીજી વખત બજેટ રજૂ કર્યું

saveragujarat

સધર્ન કમાન્ડના નેજા હેઠળ ડેઝર્ટ કોર દ્વારા વેબિનારનું આયોજન કરાયું

saveragujarat

યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો શુભારંભ

saveragujarat

Leave a Comment