Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારતરમત ગમત

તબિયત ઠીક ન હોવાના કારણે હાર્દિક પંડ્યા મેચમાં ન રમ્યો

નવી દિલ્હી, તા.૧૦
ઈન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૩ની શરૂઆતની બંને મેચમાં જીત મેળવીને ગુજરાત ટાઈટન્સે ડ્રિમી શરૂઆત કરી હતી. જાે કે, રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે યોજાયેલી ય્‌ની મેચમાં જ્યારે ટોસ ઉછાળવા માટે કેપ્ટન હાર્દિક પંડ્યાને ન આવેલો જાેઈને ફેન્સને પણ આંચકો લાગ્યો હતો. તેના બદલે એક દિવસ માટે કેપ્ટનશિપ રાશિદ ખાને કરી હતી. ટોસ જીત્યા બાદ તેણે ખુલાસો કર્યો હતો કે, હાર્દિકની તબિયત સારી નથી અને મેનેજમેન્ટ આ સ્ટાર ઓલરાઉન્ડરના ઈજાગ્રસ્ત થવાનું જાેખમ લેવા માગતો નહોતો. કારણ કે, આ ટુર્નામેન્ટ હજી લાંબી ચાલવાની છે. ‘તે થોડો બીમાર છે અને તેની સાથે કોઈ જાેખમ લેવા માગતા નથી’, તેમ અફઘાનિસ્તાનના બોલરે કહ્યું હતું. ટોસ જીત્યા બાદ તેણે ઘરઆંગણે પહેલા બેટિંગ કરવાનો ર્નિણય લીધો હતો. ય્‌ દૃજ દ્ભદ્ભઇ વચ્ચેની મેચ રોમાંચક રહી હતી. પહેલા બેટિંગ કરવા માટે ઉતરેલી ગુજરાત ટાઈટન્સની ટીમે ૪ વિકેટના નુકસાન પર ૨૦૪ રન બનાવ્યા હતા અને તેનો સામનો કરવા માટે ઉતરેલા કોલકાતા નાઈટ રાઈડર્સના ખેલાડીઓ શરૂઆતમાં જ એક બાદ એક પેવેલિયન ભેગા થવા લાગ્યા હતા. જાે કે, બાદમાં રિંકુ સિંહે બાજી સંભાળી હતી. ટીમને ૫ બોલમાં ૨૮ રનની જરૂર હતી. ત્યારે તેણે પાંચ બોલમાં પાંચ છગ્ગા મારીને જીત અપાવી હતી. ગુજરાત તરફથી છેલ્લી ઓવરમાં યશ દયાળ બોલિંગ કરવા ગયો હતો. કેકેઆરને જીત માટે ૨૯ રન જાેઈતા હતા. આઈપીએલના અત્યારસુધીના ઈતિહાસમાં અંતિમ ઓવરમાં આટલું રન ચેઝ ક્યારેય થયું નથી. ગુજરાત ટાઈટન્સના બોલર રાશિદ ખાને કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચમાં કમાલ કરી બચાવી હતી. તેણે સતત બોલ પર ત્રણ વિકેટ લીધી હતી. હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં તે કેપ્ટનશિપ પણ કરી રહ્યો હતો. લીગમાં હેટ્રિક લેનારો તે ત્રીજાે કેપ્ટન બની ગયો છે. રાશિદ ખાને કોલકાતાની ઈનિંગમાં ૧૭મી ઓવરના પહેલા ત્રણ બોલ પર ત્રણ બેટ્‌સમેનને આઉટ કર્યા હતા. પહેલા બોલમાં આંદ્રે રસેલ તેનો શિકાર બન્યો હતો. બાદમાં ક્રીઝ પર સુનીલ નરેન ઉતર્યો હતો. તેનો કેચ બાઉન્ડ્રી લાઈન પર ઝડપી લેવામાં આવ્યો હતો. બાદમાં આવ્યો હતો ગત મેચમાં ૨૧ બોલમાં અડધી સદી ફટકારનારો શાર્દુલ ઠાકુર. ગુગલી પર રાશિદે એલબીડબ્લ્યૂ કર્યો હતો. જણાવી દઈએ કે, ગુજરાત ટાઈટન્સ આગામી મેચ પંજાબ કિંગ્સ સામે ૧૩ એપ્રિલે રમશે જ્યારે દ્ભદ્ભઇની ટક્કર સનરાઈઝર્સ હૈદરાબાદ સામે ૧૪મી એપ્રિલે થશે.

Related posts

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહનો ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર: પ્રચંડ જનમેદનીની ઉપસ્થિતિમાં આણંદના ખંભાત તેમજ બનાસકાંઠાના થરાદ અને ડીસા ખાતે સભાને સંબોધન કરતા : અમિત શાહ

saveragujarat

દેશમાં ચોમાસુ સામાન્ય રહેશે, ૯૮ ટકા વરસાદની સંભાવના

saveragujarat

સેન્સેક્સમાં ૯૦૦ અને નિફ્ટીમાં ૨૭૨ પોઈન્ટનો જાેરદાર ઊછાળો

saveragujarat

Leave a Comment