Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

વ્યાજખોર દંપતીએ ૧૦ના બદલે ૧૮ લાખ માગી ધમકી આપી

સવેરા ગુજરાત,અમદાવાદ, તા.૧૨
સોલા પોલીસે એક દંપતી વિરુદ્ધ એક મહિલાને કથિત રીતે ગોળી મારવાની અને ધમકી આપવાના આરોપમાં ફરિયાદ નોંધી છે. પીડિત મહિલાએ ત્રણ ટકાના વ્યાજે ૧૦ લાખ રુપિયા લીધા હતા. સુનિતા પંચાલે દિપક પટેલ અને તેની પત્ની અંજના વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં એવા આક્ષેપ કરવામાં આવ્યા છે કે, તેનો નાનો ભાઈ કનુ એક વ્યવસાયમાં ભાગીદાર હતો. બિઝનેસમાં રોકાણ કરવા માટે તેણે ૨૦૨૦માં ૧૦ લાખ રુપિયા દિપક અને અંજના પાસેથી ઉધાર લીધા હતા. આ રુપિયા દર મહિને ત્રણ ટકાના વ્યાજે લેવામાં આવ્યા હતા અને સુરક્ષા તરીકે ન્યૂ રાણીપમાં આવેલું પોતાનું ઘર આપ્યું હતું.ફરિયાદમાં એવા પણ આક્ષેપો કરવામાં આવ્યા છે કે, દર મહિને ૩૦ હજાર રુપિયા તે વ્યાજ તરીકે ચૂકવતા હતા અને ૬ લાખ રુપિયા પણ ચૂકવી દીધા હતા. પંચાલે ફરિયાદમાં એવું પણ કહ્યું છે કે, છેલ્લાં ત્રણ મહિનાથી તે વ્યાજ ચૂકવવામાં અસમર્થ હતી. ફરિયાદમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, દિપક અને અંજનાએ તેને ફોન કરીને ધમકી આરી હતી કે જાે તેમને ૧૮ લાખ રુપિયા આપવામાં નહીં આવે તો તેનું ઘર વેચી દેશે. અંજના તેને મોટાભાગે ફોન કરતી હતી અને કહેતી હતી કે વ્યાજ અને મૂળ રકમની સાથે તેની બાકીની રકમ ૧૮ લાખ રુપિયા છે.સુનિતા પંચાલે ફરિયાદમાં એવો પણ ઉલ્લેખ કર્યો છે કે, દિપક અને અંજના અવારનવાર તેના ઘરે આવતા હતા અને અપશબ્દો બોલતા હતા તથા પરિવારના સભ્યોને પણ ધમકાવતા હતા. એટલું જ નહીં ગુંડાઓને ઘર સોંપી દેવાની પણ ધમકી આપી હતી. આખરે શુક્રવારે તેઓએ આઈપીસીની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી. જે બાદ સોલા પોલીસે પણ આરોપી દંપતી વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.મહત્વનું છે કે, ગુજરાત પોલીસ દ્વારા એક અભિયાન ચલાવવામાં આવ્યું છે. વ્યાજખોરો સામે ગુજરાત પોલીસે લાલ આંખ કરી છે. પોલીસ ઠેર ઠેર લોક દરબાર યોજીની વ્યાજખોરીના ચક્રમાં ફસાયેલા પીડિતોની રજૂઆત સાંભળી ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી રહી છે. તાજેતરમાં જ અમદાવાદના પોલીસ હેડ ક્વાર્ટર ખાતે આવો જ લોક દરબાર યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો ફરિયાદ કરવા માટે પહોંચ્યા હતા.

Related posts

બે ઘોડા પર ઊભા રહીને અંગદાન જાગૃતિના પ્લે કાર્ડ સાથે વરરાજાએ એન્ટ્રી મારી

saveragujarat

ઊંડા દરિયામાં સાહસિક સ્કુબા ડાઇવિંગ કરી પૌરાણિક નગરી દ્વારિકાના દર્શન કરતા પીએમ મોદી.

saveragujarat

ગુજરાત ભાજપા ધારાસભ્ય દળની બેઠકમાં ભુપેન્દ્રભાઇ પટેલ ને સર્વાનુમતે ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાઈ આવવા

saveragujarat

Leave a Comment