Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

અમદાવાદ નિકોલ કેસમાં હાર્દિક પટેલની ગેરહાજરી

સવેરા ગુજરાત,અમદાવાદ,તા.૮
હાર્દિક પટેલ અને પોલીસ વચ્ચે માથાકૂટ કેસમાં ગ્રામ્ય કોર્ટમાં હાર્દિક પટેલ ગેરહાજર રહેતા કોર્ટે ટકોર કરી છે. માથાકૂટને લઇ ચાલતા કેસમાં હાજર ન રહેતા તેમને મુદ્દત પડી હતી. ગ્રામ્ય કોર્ટ દ્વારા હાર્દિક પટેલને સમન્સ પાઠવાયુ હતુ. કોર્ટે કહ્યું હતું કે, અમે મેડિકલ પુરાવા નહીં હાર્દિક પટેલને હાજર રાખવા સમન્સ ઇશ્યુ કર્યું છે અને સમન્સ પાઠવ્યું છતાં હાર્દિક ગેરહાજર નવાઈની વાત છે. હાર્દિક પટેલ ગેરહાજર રહેતા અન્ય પાટીદાર આગેવાનોમાં રોષ જાેવા મળી રહ્યો છે. વારંવાર મુદ્દતથી પરેશાન થતા પાટીદાર આગેવાનોમાં આક્રોશ જાેવા મળી રહ્યો છે. કોર્ટમાં પાટીદાર આગેવાનોએ હાર્દિક પટેલનો વિરોધ કર્યો છે.પાટીદાર આગેવાન અને આ કેસના આરોપી ગીતા પટેલે જણાવ્યું કે, સરકાર ચૂંટણી વખતે જાહેરાત કરે છે અમે બધા કેસ પરત લઈ લઈશું પરંતું અમે અજી પણ કોર્ટમાં આવીએ છીએ અને ટૂંકી મુદ્દત પાંચ અને આઠ દિવસની મુદ્દતે અમે આવી છીએ અને હેરાન થઈ રહ્યાં છીએ તેમજ આજે બીજા બધા હાજર હતા ફક્ત હાર્દિક પટેલ ગેરહાજર હતા.બચાવપક્ષના વકીલ અરવિંદ વાણિયાએ જણાવ્યું કે, આ કેસમાં ચાર્જફ્રેમ કરવાની હતી. તેમણે કહ્યું કે, આ કેસમાં વધુ સુનાવણી આગામી ૨૨ તારીખ અપાઈ છે તેમજ ચાર્જફ્રેમની પ્રક્રિયા પણ ૨૨ તારીખે જ થશે
.વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલની મુશ્કેલી વધી શકે છે, પાટીદાર આંદોલન સમયેના નિકોલ કેસમાં કોર્ટે સમન્સ પાઠવ્યું હતું અને ગ્રામ્ય કોર્ટે હાર્દિક પટેલ સામે સમન્સ ઇશ્યુ કર્યુ હતું. તેમજ ૮ ફેબ્રુઆરીએ કોર્ટમાં હાજર રહેવા માટે સમન્સ પાઠવવામાં આવ્યું હતું છતાં હાર્દિક પટેલ હાજર રહ્યાં નથી. અને કોર્ટમાં ગેરહાજર પાછળનું કારણે મેડિકલ બતાવ્યું છે.ગ્રામ્ય કોર્ટમાં હાર્દિક પટેલ સામે ચાર્જશીટ થઇ હતી, ૧૦૦થી વધુ પેજની ચાર્જશીટ દાખલ કરાઇ હતી. કેસમાં ૧૦થી વધુ સાક્ષીઓની જુબાની પણ લેવાઇ હતી. હાર્દિક પટેલની નિકોલમાં આમરણાંત ઉપવાસ પર બેસે તે પહેલા અટકાયત કરાઇ હતી. હાર્દિક પટેલ સહિત ૯ લોકોની અટકાયત બાદ ગુનો પણ નોંધાયો હતો. ૨૫ ઓગસ્ટ ૨૦૧૮ પોલીસ સાથે ગેરવર્તનની ફરિયાદ નોંધાઇ હતી. ગીતા પટેલ કિરણ પટેલ સહિતના લોકો સામે ગુનો નોંધાયેલો છે.

Related posts

મીડિયાને રિપોર્ટિંગ કરતા ન રોકી શકાય ઃ સુપ્રીમ કોર્ટ

saveragujarat

ગાંધીનગર RTOમાં આર્મીના નામે ૧૦૦૦થી વધુ બોગસ લાયસન્સ ઈશ્યૂ કર્યા

saveragujarat

અમદાવાદ સીરીયલ બ્લાસ્ટમાં સૌથી વધારે ખુંવારી વેઠનાર સિવિલ હોસ્પિટલનાં પુર્વ સુપ્રિન્ટેન્ડન્ટની પ્રતિક્રિયા સામે આવી

saveragujarat

Leave a Comment