Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

ભારત-પાકિસ્તાન બોર્ડર પર ૩૧ કિલો હેરોઈન જપ્ત

સવેરા ગુજરાત,ચંડીગઢ, તા.૭
પાકિસ્તાન દ્વારા દેશમાં ડ્રગ્સની દાણચોરી કરવાના પ્રયાસને નિષ્ફળ બનાવાયો હતો. પંજાબના ફાઝિલ્કા નજીક ભારત-પાકિસ્તાન બોર્ડર પર હેરોઈનનો મોટો જથ્થો ઝડપાયો છે. નશાયુક્ત પદાર્થની દાણચોરી સામે મોટી કાર્યવાહી કરતા ફાઝિલ્કા પોલીસે ૩૧ કિલો હેરોઈન રિકવર કર્યું છે. હેરોઈનના જથ્થા સાથે બે લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે.
શુક્રવારે ફાઝિલ્કા સરહદ પર કેટલાક શંકાસ્પદ નજર આવ્યા હતા ત્યારબાદ સરહદ પર ફાયરિંગ કરવામાં આવ્યુ હતું. સરહદી વિસ્તારના ચક અમીર તરફ કેટલાક શંકાસ્પદ લોકો જાેવા મળ્યા હતા જેના પર મ્જીહ્લએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. ભારત-પાકિસ્તાન સરહદ પર હિલચાલ જાેયા બાદ મ્જીહ્લએ ગોળીબાર કર્યો હતો અને ફાઝિલ્કા પોલીસે વિસ્તારને સીલ કરી દીધો હતો. જ્યારે ગગનકે ગામ તરફથી આવી રહેલી એક કારને પોલીસે અટકાવી તો વાહનમાં બે પ્લાસ્ટીકની થેલીની તપાસ કરતાં ૨૯ પેકેટમાં ૩૧ કિલો ૨૦ ગ્રામ હેરોઈન મળી આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત ૧૫૫ કરોડ રૂપિયા જણાવવામાં આવી રહી છે. પોલીસે ૨ લોકોની ધરપકડ કરી છે. એક વ્યક્તિ ફાઝિલકાના ચક અમીરા ગામનો રહેવાસી છે જ્યારે બીજાે જલાલાબાદના મહાલમ ગામ સાથે સબંધિત છે. પાકિસ્તાન ભારતમાં બોર્ડરના રસ્તે ડ્રગ્સની તસ્કરી કરાવવાનો પ્રયત્ન કરી રહ્યુ છે. આ અગાઉ ગત વર્ષે ૧૪-૧૫ ડિસેમ્બરની રાત્રે ફાઝિલ્કામાં પાકિસ્તાનથી ડ્રોન દ્વારા માદક દ્રવ્યોનું એક કન્સાઈનમેન્ટ મોકલવામાં આવ્યું હતું. જે જવાનોની તત્પરતાના કારણે પકડાઈ ગયુ હતું. બીએસએફના જવાનોએ સર્ચ ઓપરેશન ચલાવ્યુ હતું જેમાં બારિકે ગામ પાસે હેરોઈનનું શંકાસ્પદ પેકેટ મળી આવ્યુ હતું. જવાનોને પેકેટમાં ૨ કિલો ૬૫૦ ગ્રામ હેરોઈન મળ્યુ હતું. એક વ્યક્તિની ધકપકડ પણ કરવામાં આવી હતી.

Related posts

અમદાવાદ અને ગુજરાતની ચૂંટણીના ઇતિહાસ અને પરંપરાઓને દર્શાવતી તસવીરોમાં ઝળકે છે ગુજરાતીઓનો મતાધિકાર માટેનો ઉત્સાહ

saveragujarat

પોલીસે પિતા ગુમાવનાર ૪ બાળકોની જવાબદારી લીધી

saveragujarat

કોરોનાના ખતરા પહેલા ભારત સંપૂર્ણ રીતે એલર્ટ!

saveragujarat

Leave a Comment