Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

સેન્સેક્સમાં૩૬૧ અને નિફ્ટીમાં ૧૧૮ પોઈન્ટનો વધારો થયો

મુંબઈ, તા.૨૭
ભારતીય શેરબજારમાં સતત બીજા દિવસે તેજી જાેવા મળી. ગઈકાલના ઉછાળા બાદ આજે પણ શેરબજાર વધારા સાથે બંધ રહ્યું. બે દિવસમાં સેન્સેક્સમાં ૧૦૦૦ પોઇન્ટનો વધારો થયો.આજે સેન્સેક્સ ૩૬૧.૦૧ પોઇન્ટના વધારા સાથે ૬૦૯૨૭.૪૩ પોઇન્ટ પર બંધ રહ્યો હતો. નિફ્ટી ૧૧૭.૭૦ પોઇન્ટના વધારા સાથે ૧૮૧૩૨.૦૦ પોઇન્ટ પર બંધ રહ્યા છે. આજે મેટલ્સ, બેંકિંગ શેરોમાં ખરીદી નીકળી જાેવા મળી. રોકાણકારોની સંપત્તિમાં ૨૪૯,૭૨૫,૯૨૩ રૂપિયાનો વધારો થયો છે.ભારતીય બજારોમાં એફએમસીજી સેક્ટરના શેરને બાદ કરતાં તમામ સેક્ટર વધારા સાથે બંધ થયા છે. મેટલ સેક્ટરમાં સૌથી વધુ તેજી જાેવા મળી છે. મેટલ્સ સેક્ટર ૪.૨૩ ટકાના વધારા સાથે બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી આઈટી ૦.૮૮ ટકા, બેન્ક નિફ્ટી ૦.૫૪ ટકા, એનર્જી સેક્ટર ૦.૯૭ ટકાના વધારા સાથે બંધ થયા છે. ઓટો, મીડિયા અને રિયલ એસ્ટેટ સેક્ટરના શેરોમાં પણ તેજી જાેવા મળી હતી. મિડકેપ અને સ્મોલ કેપ શેરોમાં પણ ખરીદારી જાેવા મળી રહી છે.શુક્રવારે ભારતીય શેરબજારના રોકાણકારો દ્વારા સંપત્તિના નુકસાનની ભરપાઈ કરવામાં આવી છે. રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૨.૫૦ લાખ કરોડનો વધારો થયો છે. રોકાણકારોની સંપત્તિ રૂ. ૨૭૭.૯૯ લાખ કરોડથી વધીને રૂ. ૨૮૦.૪૯ લાખ કરોડ થઈ છે. બે દિવસમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૮.૩૭ લાખ કરોડનો વધારો થયો છે.આજે બીએસઈનો સેન્સેક્સ ગઈકાલના ૬૦૫૬૬.૪૨ની સામે ૨૯૪.૯૯ પોઈન્ટ વધીને ૬૦૮૬૧.૪૧ પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી ગઈકાલના ૧૮૦૧૪.૬ની સામે ૭૫.૨૦ પોઈન્ટ વધીને ૧૮૦૮૯.૮ પર ખુલ્યો હતો. બેંક નિફ્ટીની વાત કરીએ તો તે ગઈકાલના ૪૨૬૩૦.૧૫ની સામે ૧૯૭.૬૦ પોઈન્ટ વધીને ૪૨૮૨૭.૭૫ પર ખુલ્યો હતો.એનએસઈ પર ઉપલબ્ધ કામચલાઉ ડેટા મુજબ વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈએસ) એ રૂ. ૪૯૭.૬૫ કરોડના શેરનું વેચાણ કર્યું હતું, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈએસ) એ ૨૬ ડિસેમ્બરે રૂ. ૧,૨૮૫.૭૪ કરોડના શેર ખરીદ્યા હતા.નેશનલ સ્ટોક એક્સચેન્જે ૨૭ ડિસેમ્બર માટે પંજાબ નેશનલ બેંકને તેની એફએન્ડઓ પ્રતિબંધ સૂચિમાં ઉમેર્યું છે. આ રીતે એફએન્ડઓ સેગમેન્ટ હેઠળ પ્રતિબંધિત સિક્યોરિટીઝમાં એવી કંપનીઓનો સમાવેશ થાય છે જ્યાં ડેરિવેટિવ કોન્ટ્રાક્ટ્‌સ માર્કેટ-વાઇડ પોઝિશન લિમિટના ૯૫ ટકાને વટાવી ગયા છે.

Related posts

શ્રી સ્વામિનારાયણ – સરથાણા, સુરતમાં ધનુર્માસ અવસરે ભવ્યતા અને દિવ્યતાસભર શાકોત્સવ તથા “સ્વામિનારાયણ” મહામંત્રની ૨૨૨ મી જયંતી ની પરમ ઉલ્લાસભેર ઉજવણી….

saveragujarat

ગાંધીનગરના કોલવડાથી મુખ્યમંત્રીના હસ્તે સુજલામ સુફલામ જળ અભિયાનના પાંચમાં તબક્કાનો રાજ્યવ્યાપી પ્રારંભ

saveragujarat

ઉત્તરના ઠંડા પવનો ગુજરાત બાજુ ફંટાતા ઠંડી વધી રહી છે

saveragujarat

Leave a Comment