Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

માઉન્ટ આબુમાં બરફની ચાદર છવાઈ, તાપમાન માઈનસ ૨ ડિગ્રી

આબુ, તા.૨૬
પર્યટન સ્થળ માઉન્ટ આબુ ઠંડુગાર થઇ ગયું છે. ડિસેમ્બરના અંતમાં પારો ગગડીને માઇનસમાં પહોંચ્યો હતો. અહીં તાપમાન માઈનસ ૨ ડિગ્રી નોંધાયું હતું. માઉન્ટ આબુના ઘાસના મેદાનોમાં, નકી તળાવના બોટ હાઉસમાં પાર્ક કરેલી બોટ પર બરફની ચાદર જામી ગઈ હતી. હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં હવે ક્રિસમસના બીજા દિવસે ઠંડી જામવા લાગી છે. રવિવાર બાદ સોમવારે માઉન્ટ આબુમાં લઘુત્તમ તાપમાન માઈનસ ૨ ડિગ્રી નોંધાયું હતું. અહીં અચાનક લઘુત્તમ તાપમાન ગગડતાં પારો માઇનસમાં પહોંચ્યો છે. લઘુત્તમ તાપમાન સતત માઈનસમાં ગગડી જતાં અહીં ચારે બાજુ બરફ ચાદર છવાઇ હોય તેવો નજારો જાેવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, માઉન્ટ આબુમાં છેલ્લા ૭ દિવસથી સતત ઠંડી પડી રહી હતી અને તાપમાન શૂન્ય ડિગ્રી નોંધાઈ રહ્યું હતું, પરંતુ રવિવાર બાદ સોમવારે વધુ ઘટાડો જાેવા મળ્યો હતો. સોમવારે લઘુત્તમ તાપમાન માઈનસ થઈ ગયું હતું. માઇનસ ૨ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. બીજી તરફ, વાહનોના કાચ પર ઝાકળના રૂપમાં બરફ જામી ગયો છે અને ઘાસના મેદાનો પર થીજી ગયેલા ઝાકળની ચાદર દેખાઈ રહી છે. આવામાં ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત દેશભરમાંથી પ્રવાસીઓ નાતાલ અને નવા વર્ષની ઉજવણી કરવા અને હવામાનનો આનંદ માણવા અહીં આવી રહ્યા છે. અહીંનું ઠંડું વાતાવરણ પ્રવાસીઓને ખૂબ આકર્ષી રહ્યું છે. પ્રવાસીઓ આવતાં અહીં મોડી સાંજે બજારોમાં ઘણી હલચલ પણ જાેવા મળી રહી છે. છેલ્લા ૫ દિવસથી સતત પડી રહેલી કડકડતી ઠંડીને કારણે અહીંનું જનજીવન પણ પ્રભાવિત થયું છે. હવે જ્યાં લોકો વહેલી સવારે અને મોડી સાંજે તાપણાની મદદથી ઠંડીથી બચવાનો પ્રયાસ કરતા જાેવા મળે છે, ત્યાં મેદાનોમાં પાર્ક કરાયેલા વાહનોના વિન્ડશિલ્ડ અને છત પર બરફની ચાદર છવાઈ જાેવા મળે છે. ઘાસના મેદાનોમાં ઝાકળ જામી જતાં ચારેબાજુ સફેદ ચાદરનો નજારો જાેવા મળે છે.

Related posts

૧ લાખ પરિવારો ૩ દિવસ ભૂખ્યાં-તરસ્યાં રઝડ્યાં

saveragujarat

ડાકોરમાં અષ્ટસિદ્ધ હનુમાનજી મંદિર પરિસરમાં શ્રીમદ્‌ વાલ્મિકીકૃત રામાયણ કથાનો શુભારંભ કરાયો

saveragujarat

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભરૂચ ખાતે નવનિર્મિત આઈકોનિક બસ પોર્ટનું લોકાર્પણ કર્યુ

saveragujarat

Leave a Comment