Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

૩૦૦ કરોડના ડ્રગ્સ અને હથિયારો સાથે પાકિસ્તાની બોટ ઝડપાઈ

સવેરા ગુજરાત,અમદાવાદ,તા.૨૬
ભારતીય તટરક્ષક દળ,ATS ગુજરાત દ્વારા ગુપ્ત માહિતીના આધારે ભારતીય જળસીમામાં ૧૦ ક્રૂ સાથે એક પાકિસ્તાની બોટને પકડી લીધી છે. આ બોટમાં હથિયાર, દારૂગોળો મળી આવ્યો છે. આ સાથે ૪૦ કિલો નાર્કોટીક્સ પણ મળી આવ્યું છે. જેની કિંમત ૩૦૦ કરોડ રૂપિયા થાય છે. ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટગાર્ડને મોટી સફળતા મળી છે. ૨૫/૨૬ ડિસેમ્બરની રાત્રિ દરમિયાન, ચોક્કસ ઇન્ટેલિજન્સ ઇનપુટ પર,ATS એ કાલ્પનિક ઇન્ટરનેશનલ મેરીટાઇમ બોર્ડર લાઇન ની નજીકના વિસ્તારમાં પેટ્રોલિંગ માટે વ્યૂહાત્મક રીતે તેના ICGS અરિંજય જહાજને પેટ્રોલિંગ માટે તૈનાત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ૨૬ ડિસેમ્બરે વહેલી સવારે એક પાકિસ્તાની ફિશિંગ બોટ અલ સોહેલી ભારતીય જળસીમામાં શંકાસ્પદ રીતે ફરતી જાેવા મળી હતી. કોસ્ટગાર્ડ દ્વારા આ બોટને ઝડપી લેવામાં આવી હતી. ત્યારબાદ ભારતીય કોસ્ટગાર્ડની ટીમ મુશ્કેલ પરિસ્થિતિમાં પાકિસ્તાની બોટમાં સવાર થઈ હતી. તપાસ દરમિયાન ક્રૂ શંકાસ્પદ વર્તન કરતા હોવાનું સામે આવ્યું હતું. આ બોટની તપાસ કરતા અંદરથી હથિયારો, દારૂગોળો અને ૩૦૦ કરોડ રૂપિયાનો માદક પદાર્થ મળી આવ્યો હતો. ત્યારબાદ કોસ્ટગાર્ડે બોટ અને ક્રૂની ધરપકડ કરી છે. વધુ તપાસ માટે બોટને ઓખા લાવવામાં આવી રહી છે. ભારતીય કોસ્ટ ગાર્ડ અને છ્‌જી ગુજરાત દ્વારા છેલ્લા ૧૮ મહિનામાં આ સાતમું સંયુક્ત ઓપરેશન છે. ગુજરાતમાંથી ડ્રગ્સની ઘુષણખોરીની ઘટનાઓ સામે આવ્યા બાદ એટીએસ ખુબ એક્ટિવ થઈ ગઈ છે. આ ગાળામાં ૪૪ પાકિસ્તાની, ૭ ઈરાની લોકો, ૧૯૩૦ કરોડ રૂપિયાનું ૩૪૬ કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે.

Related posts

રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીનું રાષ્ટ્રને સમર્પણ અને પ્રથમ પદાવીદાન સમારોહ કાર્યક્રમ યોજાયો.

saveragujarat

રિવરફ્રન્ટ ઉપર ફ્લોટિંગ રેસ્ટોરેન્ટનો થયો શુભારંભ

saveragujarat

નેવીમાં ફિટનેસની ટેસ્ટમા વિદ્યાર્થી પાસ તો થયો, પણ જશ્નની ખુશીમાં દરિયામાં ડૂબીને મર્યો

saveragujarat

Leave a Comment