Savera Gujarat
કરંટ અફેયરતાજા સમાચારભારત

પહેલાની જેમ દરેકે ફરજિયાત માસ્ક પહેરવું જાેઈએ ઃ વડાપ્રધાન

સવેરા ગુજરાત,નવી દિલ્હી, તા.૨૫
મનકી બાતમાં પીએમ મોદીએ કોરોનાના ખતરા અંગે વાત કરીને લોકોને સાવધાન રહેવા માટે કહ્યું. પીએમ મોદીએ મનકી બાતમાં જણાવ્યુંકે, દુનિયામાં ફરી એકવાર કોરોનાથી હડકંપ મચ્યો છે. ચીનમાં કોરોનાને કારણે સ્થિતિ નાજુક બની છે. ત્યારે ભારતે પણ આ બાબતને ગંભીરતાથી લઈ રહ્યું છે. પીએમ મોદીએ જણાવ્યુંકે, લોકો અત્યારે વેકેશનના મૂડમાં છે બહાર ફરી રહ્યાં છે. જાેકે, હરવા-ફરવાનો વાંધો નથી પણ વર્તમાન સ્થિતિને જાેતા લોકોએ કોરોનાથી સતર્ક રહેવાની જરૂર છે. ખાસ કરીને પહેલાની જેમ દરેકે ફરજિયાત માસ્ક પહેરવું જાેઈએ અને ફરજિયાત હાથ ધોતો રહેવું જાેઈએ સેનેટાઈઝ કરતા રહેવું જાેઈએ. પોલીયો, સ્મોલ પોક્સ અને ગીની વાયરસને ભારતથી અમે સમાપ્ત કરી નાંખ્યો છે. આ ઉપરાંત પીએમ મોદીએ સરકારની આગામી વિઝન અંગે વાત કરવા જણાવ્યુંકે, વર્ષ ૨૦૨૫ સુધીમાં ભારતને ટી.બી. મુક્ત કરવાનો સરકારનો ટાર્ગેટ છે. આ અભિયાનને સફળ બનાવવા માટે હજારો લોકો ટી.બી.ના દર્દીઓની દેખભાળ કરી રહ્યાં છે.
આ ઉપરાંત પીએમ મોદીએ યોગ-આયુર્વેદના સમન્વયથી ગંભીર રોગોની સરળ રીતે ચિકિત્સા પર ભાર મૂક્યો. યોગ અને આર્યુર્વેદ રિલેટેડ જાણકારીને સોશિયલ મીડિયા પર શેર કરવા પીએમએ આગ્રહ કર્યો. પીએમ મોદીએ મનકી બાતમાં જણાવ્યું કે, બ્રેસ્ટ કેન્સરમાં યોગલાભદાયક નિવડશે. નિયમિત યોગ કરવાથી કેન્સરનો ખતરો ઘટી જાય છે. પીએમ મોદીએ જણાવ્યુંકે, કાલા અજાર એટલેકે, બાલુ મથ્થીના કરડવાથી આ બીમારી થાય છે. શરીર કમજાેર પડે છે. વજન ઘટે છે.
બાળકોથી લઈને મોટા સુધી આ બીમારી બધાને થઈ શકે છે. આ બીમારી હવે સમાપ્ત થઈ રહી છે. હવે આ બીમારી બિહાર અને ઝારખંડના ચાર જિલ્લાઓમાં સમેટાઈને રહી ગઈ છે. પહેલાં દેશના ૪ થી ૫ રાજ્યોમાં આ બીમારી હતી. સેન્ટ ફ્લાય બાલુ માંખી પર નિયંત્રણ અને રોગનો પુરો ઈલાજ કરાવવો. તાવ આવે તો બેદરકારી ન રાખવી. બાલુ માંખીને ખતમ કરવાની દવાઓનો છંટકાવ કરવો.
પીએમ મોદીએ જણાવ્યુંકે, યુનાઈટેડ નેશન્સે ભારતના નમામિ ગંગે ને સ્થાન મળ્યું છે. નમામિ ગંગે અભિયાનથી ગંગા નંદીને ર્નિમળ કરવામાં આવી રહી છે. ઘાટોની સફાઈ, ગંગા આરતી, નુક્કડ નાટક, પેઈન્ટિંગ અને કવિતાઓથી જાગૃકતા આવી રહી છે. ગંગા ડોલ્ફિન, હિલસા મછલી અને કાચબાઓની પ્રજાતિ વધી છે. આજીવિકાના વિકલ્પો વધ્યાં છે. નમામિ ગંગે અભિયાનની દુનિયા કરી રહ્યું છે સરાહના.ઉલ્લેખનીય છેકે, પ્રધાનમંત્રી મોગીએ આજે ૯૬મી વાર અને વર્ષ ૨૦૨૨માં અંતિમ વાર રેડિયો પર મનકી બાત કરી. જેમાં તેમણે સૌથી પહેલાં વર્ષ ૨૦૨૨માં દેશવાસીઓએ ઘર ઘર તિરંગા અભિયાન, રસીકરણ અભિયાનને વેગ, સ્વચ્છ ભારત અભિયાન તેમજ નમામિ ગંગે અભિયાનને વેગ સફળ બનાવવા બદલ દેશવાસીઓને અભિનંદન આપ્યાં. આ ઉપરાંત પીએમ મોદીએ દેશવાસીઓને ક્રિસમસની શુભેચ્છાઓ પાઠવી. આ સાથે જ તેમને પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ પર અટલજીને યાદ કર્યાં. આ સાથે જ પીએમ મોદીએ વર્ષ ૨૦૨૩માં મનકી બાતના ૧૦૦ એપિસોડ પુરા થવા જઈ રહ્યાં છે તેની પણ વાત કરી. અને મનકી બાતના ૧૦૦મા એપિસોડમાં કયા-કયા મુદ્દાઓ પર વાત કરવી જાેઈએ એ મુદ્દે પીએમ મોદીએ દેશવાસીઓ પાસેથી મંતવ્યો માંગ્યાં. તેમજ આવતીકાલે બાલ વીર દિવસની ઉજવણી કરાશે તે અંગે પણ જાણકારી આપી. ૨૦૨૩ નું વર્ષ દેશ માટે ખાસ રહે તેવી શુભેચ્છાઓ પણ પીએમ મોદીએ આપી.

Related posts

સર્જિકલ સ્ટ્રાઈકથી આતંકવાદ પર કઠોર હુમલા સુધી, મારી સરકારની ઓળખ નિર્ણાયક સરકારની રહીઃ મુર્મુ

saveragujarat

ખેડૂતોએ ઓર્ગેનિક ખેતી તરફ વળવું જાેઈએ : અમિત શાહ

saveragujarat

રાજ્યના આદિવાસી વિસ્તારોમાં શિક્ષણની હાલત ઘણી ખરાબ

saveragujarat

Leave a Comment