Savera Gujarat
કરંટ અફેયરતાજા સમાચારભારતરાજકીય

અમદાવાદમાં મુખ્યમંત્રીનો ભવ્ય રોડ શો નીકળ્યો

સવેરા ગુજરાત, અમદાવાદ, તા.૩
ગુજરાતના સૌથી મોટા રાજકીય જંગ વિધાનસભાની ચૂંટણી માટે શનિવારે પ્રચારનો અંતિમ દિવસ હતો. શનિવારે સાંજથી રાજ્યભરમાં પ્રચાર પડઘમ શાંત થઈ ગયા હતા. સાંજના ૫ વાગ્યા પછી બીજા તબક્કાના મતદાનનો પ્રચાર બંધ થયો હતો. ઉમેદવારો માત્ર ડોર ટુ ડોર પ્રચાર કરી શકશે. બીજા તબક્કાના મતદાનના પ્રચારના અંતિમ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ઝંઝાવાતી રોડ શો નીકળ્યો હતો. ચેનપુરથી ઓગણજ ગામ સુધી ૧૨ કિલીમીટર સુધીના રોડ શોનું આયોજન કરાયુ હતું આ સાથે જ ભાજપના અનેક દિગ્ગજ નેતાઓને આજે રોડ શો અને જનસભા આયોજિત કરાઈ હતી. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ધોળકા અને ખેડામાં પ્રચાર કર્યો હતો તો રૂપાલા બનાસકાંઠા અને છોટાઉદેપુરમાં સભાને સંબોધી હતી. સ્મૃતિ ઈરાનીની અરવલ્લી અને પાટણમાં રોડ શો યોજ્યો હતો.ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાના ચૂંટણી પ્રચારનો શનિવારે અંતિમ દિવસ હતો ત્યારે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ છેલ્લા દિવસે ગુજરાતમાં ત્રણ સભા ગજવી હતી.
અમદાવાદ જિલ્લામાં ધોળકા, ખેડા જિલ્લામાં ચકલાસી તો આણંદ જિલ્લામાં ખંભાત ખાતે જનસભાનું આયોજન કરાયું હતું. ૫ ડિસેમ્બરે બીજા અને અંતિમ તબક્કાનું મતદાન થશે. ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે ભાજપ દ્વારા જુદાં જુદાં રાજ્યના સીએમ, કેન્દ્રીય મંત્રીઓ તેમજ વરિષ્ઠ નેતાઓના માધ્યમથી મતદારો સુધી પહોંચી ભાજપના ઉમેદવારોને જીતાડવા પ્રયાસ કરી રહ્યું હતું.
પ્રચારના અંતિમ દિવસે ભાજપ-કોંગ્રેસના નેતાઓએ ઝંઝાવાતી પ્રચાર કર્યો હતો.અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યોજયો ભવ્ય રોડ શો. તો વડોદરાની સયાજીગંજ બેઠક પરના કેયુર રોકડિયા અને કોંગ્રેસ ઉમેદવારના ઉમેદવાર અમીબેન રાવતે ઝંઝાવાતી પ્રચાર કર્યો હતો.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ચેનપુર બુટ ભવાની મંદિરે દર્શન કરી રોડ શોની શરૂઆત કરી હતી. ચેનપુરથી જગતપુર, વંદેમાતરમ, ચાંદલોડિયામાં રોડ શો આગળ વધ્યો હતો. ગોતા અને ઓગણજ સહિતના વિસ્તારમાં રોડ શોનું આયોજન કરાયું હતું. બીજા તબક્કાના મતદાન પહેલા પ્રચારનો શનિવારે છેલ્લો દિવસ હતો. જેથી અમદાવાદની બેઠકોને આવરી લેતો આ રોડ શો હતો, જ્યાં ૫ ડિસેમ્બરે મતદાન થવાનું છે. મુખ્યમંત્રીએ આખા રસ્તામાં લોકોનું અભિવાદન ઝીલ્યુ હતું. તો બીજી તરપ, ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે મતદારોને આકર્ષવા ઉમેદવારોના પ્રયાસ ચાલુ હતા. અમરાઇવાડીના કોંગ્રેસના ઉમેદવાર ધર્મેન્દ્ર પટેલ દ્વારા રોડ શોનું આયોજન કરાયું હતું.
જેમાં મોટી સંખ્યામાં લોકો રોડ જાેડાયા હતા. કોંગ્રેસના ઉમેદવાર ધર્મેન્દ્ર પટેલનુ નિવેદન આપ્યું કે, અમરાઇવાડીની જનતાએ પરિવર્તનનુ મન બનાવ્યુ છે. ૩૫ વર્ષથી ભાજપના ધારાસભ્ય છે કોઇ વિકાસ થયો નથી. નરેન્દ્ર મોદી આ વિસ્તારના ૧૦ વર્ષ ધારાસભ્ય રહ્યા હોવા છતાં વિકાસથી વંચિત છે. લોકો મોંઘવારી બેરોજગારીથી પરેશાન છે, તેથી કોંગ્રેસ અને ધર્મેન્દ્ર પટેલને પસંદ કરશે. મને આશીર્વાદ રૂપે મત મળશે.

Related posts

ઉત્તર ગુજરાતમાં આઠ કરોડથી વધુ વૃક્ષો વવડાવી તેના ઉછેરવા માટે પ્રેરણા પૂરી પાડી, શાળા પ્રવેશોત્સવ માં દરેક બાળકને વૃક્ષ વાવવા આપી પર્યાવરણ પ્રેમી બનાવ્યા

saveragujarat

ચરણજીત ચન્નીએ બે ડેપ્યુટી સીએમ સાથે પંજાબના નવા ‘કેપ્ટન’ તરીકે શપથ લીધા

saveragujarat

અદાણીએ CNG માં ૮.૧૩ અનેPNG માં રુ.૫.૦૬નો કર્યો ઘટાડો

saveragujarat

Leave a Comment