Savera Gujarat
Other

ગુજરાતના પ્રવાસે આવેલા જે.પી.નડ્ડાએ કહ્યું મોદીએ ખેડૂતોને પ્રાધાન્ય આપ્યું છે

સવેરા ગુજરાત, ગાંધીનગર,તા.૨૦

ગાંધીનગર ખાતે માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ  જે.પી.નડ્ડાજીએ નમો ખેડૂત પંચાયત અંતર્ગત ઈ-બાઈકનું પ્રસ્થાન કરાવ્યું. આ પ્રસંગે ઉપસ્થિત રહેવાનો લ્હાવો મળ્યો.કિસાન મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ  રાજકુમાર ચાહર, પ્રદેશ મહામંત્રી  પ્રદીપસિંહ વાઘેલા, ઇફ્કોના ચેરમેન  દિલીપભાઈ સંઘાણી, કિસાન મોરચાના પ્રદેશ પ્રમુખ હિતેશભાઈ પટેલ સહિત કિસાન મોરચાના હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યાં.ભાજપના રાષ્ટીય અધ્યક્ષ જે.પી. નડ્ડા બે દિવસે ગુજરાત પ્રવાસે આવ્યા છે. આજે તેઓએ પ્રદેશ ભાજપ કિસાન મોરચા દ્વારા યોજાનાર “નમો કિસાન પંચાયત” કાર્યક્રમ અંગે લોન્ચ કર્યુ છે. ગુજરાતની આશરે ૧૪૩ વિઘાનસભા બેઠક પર આશરે ૧૪ હજાર ૨૦૦ ગામડામાં નમો કિસાન પંચાયત થકી કેન્દ્ર અને રાજય સરકારની વિવિધ ખેડૂત લક્ષી યોજના અને કાર્યો અંગે ઇ-બાઇકથી માહિતી આપવામાં આવશે. ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા નમો કિસાન પંચાયત કાર્યક્રમમાં શુભારંભ કરાવીને ઇ-બાઇકને ફ્લેગ ઓફ કરાવ્યું છે. તેમણે આ સંબોધનમાં જણાવ્યુ છે કે, કૃષિ વિભાગના બજેટમાં ૬ ગણો વધારો કર્યો છે. ખેડૂતોને વધુમાં વધુ ભાવ મળે તેવા પ્રયાસ કરાયા છે. તેમણે વધુમાં જણાવ્યુ કે, pm મોદીએ ખેડૂતો સુધી સીધી સહાય પહોંચાડી છે.pm મોદીએ ખેડૂતોને પ્રાધાન્ય આપ્યું છે. જે. પી નડ્ડાએ સંબોધનમાં જણાવ્યુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના ચલાવીને ૮૦ કરોડ જનતાને પાંચ કિલો ઘઉં, પાંચ કિલો ચોખા અને પાંચ કિલો દાળ આપીને ગરીબ જનતાને મજબૂત કરવાનું કામ કર્યુ છે. તેમણે વધુમાં જણાવ્યુ કે, એક સદી પહેલા જ્યારે દુર્ઘટના સર્જાઈ હતી, ત્યારે રોગ કરતાં ભૂખમરાથી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા. કોરોના મહામારી સદીની સૌથી મોટી દુર્ઘટના હતી. પરંતુ વડા પ્રધાન મોદીએ પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ તેમણે ૧૧ કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં વાર્ષિક ૬ હજાર રૂપિયા મોકલવાનું કામ કર્યું છે. નોંધનીય છે કે, વડાપ્રઘાન નરેન્દ્ર મોદી દેશના રાષ્ટ્રપિતા ગાંઘીજીના સ્વપ્નને સાકાર કરવા અથાગ પરિશ્રમ કરી રહ્યા છે. દેશના ખેડૂતોને સમૃદ્ધ કરવા સતત પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે કિસાન મોરચા દ્વારા વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ ૧૭ સપ્ટેમ્બરથી ૨ ઓક્ટોબર સુધી નમો કિસાન પંચાયત કાર્યક્રમ યોજાનાર છે. જેમાં દેશના યશસ્વી વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રાજયના ખેડૂતો માટે કરેલા કામો તેમજ વડાપ્રઘાન બન્યા પછી સતત ખેડૂતોના હિત માટે કરેલ જુદા-જુદા કામોને રાજયના વિવિધ ગામડામાં કિસાન મોરચાના કાર્યકરો માહિતી આપશે.

Related posts

મોંઘવારીના મુદ્દે ગુજરાત યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાતાં અટકાયત

saveragujarat

રાજ્યમાં આચારસંહિતા ભંગના ૨૯,૮૪૪ કેસ

saveragujarat

નાગરિકો સાથે પોલીસનું ગેરવર્તન ચલાવી લેવામાં આવશે નહી : રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી

saveragujarat

Leave a Comment