Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચાર

પેટ્રોલ-ડિઝલ સમાન ભાવ થતાં સીએનજી સંચાલિત વાહનોના વેચાણમાં ધરખમ ઘટાડો નોંધાયો છે

સવેરા ગુજરાત, અમદાવાદ, તા.૧૧
એક તરફ ક્લિન એનર્જીનો ઉપયોગ થાય અને પ્રદૂષણમાં ઘટાડો થાય તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, પરંતુ બીજી તરફ ક્લિન એનર્જીનો સોર્સ ગણાતા કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (ઝ્રદ્ગય્) સંચાલિત વાહનોની માંગમાં ઘટાડો થઈ રહ્યો છે. આની પાછળનું કારણ એ છે કે ઝ્રદ્ગય્ના ભાવમાં ઉછાળો આવ્યો છે. ઝ્રદ્ગય્ના ભાવમાં અન્ય ફ્યૂલ કરતા ઝડપી વધારો થયો છે અને તેના લીધે પેસેન્જર અને કમર્શિયલ વાહનના વેચાણ પર તેની અસર પડી છે. આ વર્ષે એપ્રિલ અને ઓગસ્ટમાં ઝ્રદ્ગય્થી ચાલતા વાહનોના વેચાણમાં ૧૫%નો ઘટાડો થયો છે. જ્યારે કોરોના પહેલા સ્થિતિ કંઈક અલગ હતી. એપ્રિલ-ઓગસ્ટ ૨૦૧૯માં પેટ્રોલ-ઝ્રદ્ગય્ વાહનોનું કુલ વેચાણ ૪૮,૨૨૦ થયું હતું જ્યારે આ વર્ષે આ સમયગાળામાં ૪૦,૫૬૬ વાહનોનું વેચાણ થયું છે. ૧ એપ્રિલ ૨૦૧૯થી ૩૧ ઓગસ્ટ ૨૦૨૨ સુધીમાં ઝ્રદ્ગય્ના ભાવમાં ૫૦%નો વધારો થયો છે, જે અગાઉ ૫૫.૯૫ રૂપિયે પ્રતિકિલો મળતો હતો અને તેની કિંમત ૮૩.૯૦ રૂપિયા થઈ ગઈ છે. જ્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અનુક્રમે ૩૭% અને ૩૪% થયો છે. ઝ્રદ્ગય્નો ભાવ નીચો હોવાથી તેનાથી સંચાલિત વાહનોનો ઉપયોગ કરવામાં આવતો હતો, ૨૦૨૧થી ઝ્રદ્ગય્ના ભાવમાં ઝડપથી વધારો થવા લાગ્યો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ વધારો થયો હતો પરંતુ રાજ્ય અને કેન્દ્ર સરકારે એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો થતા ભાવમાં ઘટાડો થયો હતો. આ મામલે ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડિલર્સ અસોસિએશન (હ્લછડ્ઢછ)ના ગુજરાત ચેપ્ટરના પૂર્વ ચેરમેન પ્રણવ શાહ આ અંગે વાત કરતા જણાવે છે કે, “ઝ્રદ્ગય્ અને પેટ્રોલ/ડીઝલ આ બન્ને વચ્ચેના ભાવમાં સામાન્ય જ તફાવત છે, જેના કારણે લોકોને લાગે છે કે ઝ્રદ્ગય્ વાહનમાં ખર્ચ કરવો સમજદારી ભર્યું પગલું નથી. બીજી તરફ ઝ્રદ્ગય્ના ભાવમાં થઈ રહેલો વધારો પણ આ માટે જવાબદાર છે.”

 

Related posts

કેન્દ્ર રસીકરણ અભિયાનને તેજ કરવા રણનીતિ બનાવશે

saveragujarat

નકલી વિઝાનું રેકેટ ચલાવતા અમદાવાદના એજન્ટને દિલ્હી પોલીસ ઉપાડી ગઈ

saveragujarat

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોવિડનાં કેસ પહોંચ્યા ૨ લાખ નજીક

saveragujarat

Leave a Comment