Savera Gujarat
Other

અમદાવાદ શહેરમાં સવારથી વરસાદી વાતાવરણ જામ્યું

સવેરા ગુજરાત, અમદાવાદ,તા.૨૩
રાજ્યમાં ચાલુ અઠવાડિયા દરમિયાન વરસાદી માહોલ રહેશે, અમદાવાદમાં હળવાથી ભારે વરસાદ વરસવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં આજે અમદાવાદ, ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાતના પાટણ, મહેસાણા સહિતના ભાગોમાં વરસાદ થઈ રહ્યો છે. સવારથી કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદી માહોલ છવાયેલો છે. રાજ્યમાં ઓગસ્ટના અંતમાં સપ્ટેમ્બરની શરુઆતમાં પણ વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન અંગે આગાહી કરતા અંબાલાલ દ્વારા પણ આ વર્ષે લાંબા સમય સુધી વરસાદ રહેવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. પાટણમાં સવારમાં ૨ કલાકમાં ૨.૫ ઈંચ વરસાદ વરસી ગયો છે. આજે હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને તેની અસર દેખાવની શરુ થઈ ગઈ છે. જેમાં મહેસાણા સહિત બનાસકાંઠામાં વરસાદી માહોલ જામ્યો છે. આજે હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે મહેસાણા, ખેડા, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહિસાગરમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છમાં પણ ભારે વરસાદ થવાની સંભવાના વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલ જણાવે છે કે, બંગાળના ઉપસાગરનું વહન ઉત્તર પ્રદેશ તરફ થવાના બદલે મધ્ય પ્રાંત તરફ આવતા ગુજરાતમાં આ વર્ષે સારો વરસાદ થયો છે. હજુ પણ ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા છે. ૮મી સપ્ટેમ્બરની આસપાસ હળવા ચક્રવાત થશે જેના કારણે પણ રાજ્યમાં વરસાદ રહેશે. આ દરમિયાન રાજ્યના દક્ષિણ ભાગમાં વરસાદ રહેવાની સંભાવના છે. જેમાં ડાંગ અને વલસાડનો સમાવેશ થાય છે. આ સિવાય રાજ્યના કેટલા ભાગોમાં તથા સૌરાષ્ટ્રમાં પણ ચક્રવાતના કારણે છૂટો છવાયો વરસાદ થઈ શકે છે. ભારે વરસાદના કારણે સરદાર સરોવર ડેમ સહિતના રાજ્યના નાના મોટા જળાશયોમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થઈ છે. ભાદર ડેમમાં પણ પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થઈ રહી છે.ુ

Related posts

ઇડર શહેર કોંગ્રેસ પક્ષના નેતાના રાજીનામાથી કોંગ્રેસ પક્ષમાં ખડભડાટ

saveragujarat

અમેરિકાએ ત્રણ મહિનામાં રેકોર્ડ સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓને વિઝા આપ્યા

saveragujarat

રાજુ શ્રીવાસ્તવ હોશમાં આવ્યા, સ્થિતિમાં સુધારો

saveragujarat

Leave a Comment