Savera Gujarat
Other

ભારતનો વિકાસ દર લક્ષ્યાંક ઘટાડતી આંતરરાષ્ટ્રીય એજન્સી

નવી દિલ્હી: વિશ્વભરમાં હવે આગામી સમયમાં આર્થિક મંદી શરૂ થશે તેવો અંદાજ સાથે વૈશ્વીક ફાયનાન્સીયલ રેટીંગ એજન્સી નોમુરાએ 2023ના વર્ષ માટે ભારતનો વિકાસદર લક્ષ્યાંક ઘટાડીને 5.4% વાળી 4.7% કર્યા છે.
નોમુરાએ તેના અહેવાલમાં જણાવ્યું છે કે ઉંચો ફુગાવો રીઝર્વ બેન્ક દ્વારા વ્યાજદરમાં કરવામાં આવી રહેલા વધારા તથા લીકવીડીટી ઘટાડવા સહિતના જે પગલા લેવામાં આવી રહ્યા છે
તેના કારણે ભારતના વિકાસ દર પર અસર થશે અને વૈશ્વીક અર્થતંત્રની સાથે ભારતનું અર્થતંત્ર પણ ધીમુ પડશે. ભારતનું અર્થતંત્ર કોરોના કાળ પુર્વેના સમયમાં જવા માટે હાલ તૈયાર છે પણ ખાસ કરીને ફુગાવાની સ્થિતિ ચિંતાજનક છે અને ગઈકાલે જ જાહેર થયેલા છૂટક ફુગાવો સતત 7% ઉપર રહ્યો છે અને હજુ ખરીફ પાકની નવી મૌસમ સુધી ભાવ સપાટીમાં ઘટાડાનો કોઈ સંકેત નથી.
સરકાર દ્વારા ફુગાવાને ડામવા કરતા આગળ વધતો અટકાવવા માટે વધુ ચિંતા કરવામાં આવી રહી છે અને તેના કારણે મોનેટરી પોલીસ વધુ કડક બનાવો એજન્સીએ જણાવ્યું કે વૈશ્વીક અર્થતંત્ર આગામી દિવસમાં તબકકાવાર મંદીના માહોલમાં જશે. ક્રુડતેલના ભાવમાં જે સતત ઘટાડાનું વલણ જોવા મળે છે તે તેનું પ્રથમ સંકેત છે.

Related posts

સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષસ્થાને જામનગરમા વિશ્વ મહિલા દિવસની કરાઈ ઉજવણી

saveragujarat

પેટ્રોલ-ડીઝલ અને લીંબુ બાદ હવે દાળ-કઠોળના ભાવમાં વધારો

saveragujarat

મેક્સિકોમાં કાર રેસિંગમાં અંંધાધૂંધ ફાયરિંગ કરાયું

saveragujarat

Leave a Comment