Savera Gujarat
Other

એજબેસ્ટન ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા મજબૂત

નવીદિલ્હી, તા.4 : બર્મિંઘમના એજબેસ્ટનમાં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચના ચોથા દિવસે ટીમ ઈન્ડિયા અત્યંત મજબૂત સ્થિતિમાં રમી રહી છે. આજે ભારતીય બેટધર ચેતેશ્વર પુજારા અને ઋષભ પંતે મળીને ટીમની લીડને 280 રનને પાર પહોંચાડી દીધી છે ત્યારે પુજારા 66 અને પંત 38 રન બનાવીને રમતમાં હોય આ ભાગીદારીને તોડવા માટે ઈંગ્લીશ બોલરો મરણિયા પ્રયાસો કરી રહ્યા હતા
જેમાં પુજારાની વિકેટ મેળવી તેમને સફળતા પણ સાંપડી છે.ભારતે ત્રીજા દિવસની રમતના અંત સુધીમાં ત્રણ વિકેટના ભોગે 125 રન બનાવ્યા હતા. આ વેળાએ પુજારા 50 અને પંત 30 રન બનાવી અણનમ હતા. આજે ચોથા દિવસની રમતના પ્રારંભે આ બન્નેએ ધીમી પરંતુ ધૈર્યપૂર્વકની બેટિંગ કરતાં સ્કોરબોર્ડ ફરતું રાખ્યું હતું. જો કે પુજારા 66 રન બનાવી રમી રહ્યો હતો ત્યારે બ્રોડના છેતરામણા બોલ પર આઉટ થઈ જતાં ઈંગ્લીશ બોલરોએ આ ભાગીદારીને તોડી નાખી હતી. પુજારા-પંત વચ્ચે 78 રનની ભાગીદારી નોંધાતાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ ઉપર 286 રનની લીડ લઈ લીધી છે.

Related posts

કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયા એઈમ્સ રાજકોટના પરાપીપળિયા-ખંઢેરી ખાતેના કાયમી કેમ્પસની 13 ફેબ્રુઆરી, 2022ના રોજ બપોરે 1થી 4 વાગ્યા દરમિયાન લેશે મુલાકાત

saveragujarat

હનીટ્રેપમાં ફસાવી રોકડ રકમની માગની ફરિયાદ

saveragujarat

વાપીમાં ૨૦૨૦માં ૧૬ લાખની કરાયેલી લૂંટમાં વેલસેટ થઇ ગયેલા લૂંટારૂ કઇ રીતે પોલીસના સીકંજામાં ફસાયાં

saveragujarat

Leave a Comment