Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારતમનોરંજનવિદેશ

સિદ્ધુ મૂસેવાલાની સુરક્ષા કેમ હટી? ભાજપે આપ પર લગાવ્યો હત્યાના ષડયંત્રનો આરોપ

નવીદિલ્હી,તા.૩૦
પંજાબી યુવા ગાયક સિદ્ધૂ મુસેવાલાની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે. હવે ભારતીય જનતા પાર્ટીએ પંજાબની આપ સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. ભાજપે સવાલ કર્યો કે પંજાબ સરકારે ક્યા આધારે સિદ્ધુ મૂસેવાલાની સુરક્ષા હટાવી? સુરક્ષા પરત લીધા બાદ તેની જાહેરાત કરવાની શું જરૂર હતી? ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યુ કે, સિદ્ધુ મૂસેવાલાની હત્યા અરવિંદ કેજરીવાલને કારણે થઈ છે. ભાજપે કહ્યું કે પંજાબની સરકાર રિમોટ કંટ્રોલથી ચાલી રહી છે. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ પંજાબ સરકાર ચલાવી રહ્યાં છે. તો ભાજપના નેતા મનજિંદર સિરસાએ કહ્યુ કે, અરવિંદ કેજરીવાલની ખરાબ રાજનીતિને કારણે આજે યુવા ગાયક સિદ્ધુ મુસાવાલા આપણી વચ્ચે રહ્યા નથી. મૂસેવાલાની હત્યા પર બોલતા મનજિંદર સિરસા ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યું કે, ષડયંત્ર હેઠળ હત્યા થઈ છે. આ સાથે તેમણે આપ નેતા રાઘવ ચડ્‌‌ઢાની સુરક્ષા પર પણ સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, રાઘવ ચડ્‌‌ઢાને ૪૫ સુરક્ષા ગાર્ડ મળ્યા છે. મુખ્યમંત્રી માનની પત્નીને પણ આવી સુરક્ષા મળી છે.
ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યા પર અકાલી નેતા દલજીત સિંહ ચીમાએ કહ્યુ કે, આ દુખદાયક ઘટના છે. પંજાબે એક ચમકતો સિતારો ગુમાવી દીધો. કાલે તેમની સુરક્ષા હટાવી દેવામાં આવી હતી અને મેં કાલે કહ્યું હતું કે વિચાર્યા વગર સુરક્ષા હટાવી દેવામાં આવે છે. તમે આમ કરીને તેના દુશ્મનોને જણાવો છો કે અમે સુરક્ષા હટાવી લીધી તમારે જે કરવુ હોય તે કરી શકો. આ ઘટના માટે ગૃહ મંત્રાલય અને રાજ્યની પોલીસ પણ જવાબદાર છે. રાજ્યના ગૃહ મંત્રી તરીકે ભગવંત માને રાજીનામુ આપવુ જાેઈએ.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ટ્‌‌વીટ કરી કહ્યુ કે મૂસેવાલાની હત્યાથી દુખી છું. કોઈ ગુનેગારને છોડવામાં આવશે નહીં. મારી સંવેદનાઓ અને પ્રાર્થનાઓ તેમના પરિવાર અને દુનિયા ભરના તેના પ્રશંસકો સાથે છે. બધાને શાંતિ બનાવી રાખવાની અપીલ કરુ છું. તો રાહુલ ગાંધીએ ટ્‌‌વીટ કરી કહ્યુ કે, હોનહાર કોંગ્રેસ નેતા અને પ્રતિભાશાળી કલાકાર મૂસેવાલાની હત્યાથી સ્તબ્ધ અને દુખી છું. તેમના ચાહકો અને પ્રશંસકો પ્રત્યે મારી હાર્દિક સંવેદના.

Related posts

બિહારમાં આજે જેડીયુ અને ભાજપનું ગઠબંધન તૂટી ગયું.ઃ નીતીશકુમારે રાજદ સાથે સરકાર બનાવશે

saveragujarat

વિદ્યાર્થિનીની છેડતી શિક્ષકના જામીન હાઈકોર્ટે નકાર્યા

saveragujarat

21 નવેમ્બર 2023નાં રોજ કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા !અમદાવાદ ખાતે ‘ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઇન્ડિયા 2023’નું ઉદઘાટન કરશે

saveragujarat

Leave a Comment