Savera Gujarat
Other

ડાકોરમાં અષ્ટસિદ્ધ હનુમાનજી મંદિર પરિસરમાં શ્રીમદ્‌ વાલ્મિકીકૃત રામાયણ કથાનો શુભારંભ કરાયો

સવેરા ગુજરાત, ડાકોર તા. ૦૮
પવિત્ર યાત્રાધામ ડાકોરમાં અષ્ટસિદ્ધ હનુમાનદાદાના મંદિર પરિસરમાં વાલ્મિકીકૃત રામાયણનો શુભારંભ કરવામાં આવ્યો હતો. મંદિરના મહંતશ્રી જયરામદાસજી તથા મહંતશ્રી વિજયદાસજી, અજયભાઇ ઠાકર વગેરે મહાનુભાવો દ્વારા દિપ પ્રાગ્ટય કરી પ્રભુશ્રી રામના પરમ ભક્ત હનુમાન દાદાના પવિત્ર પટાંગણમાં પ્રભુશ્રી રામના જીવન કવન પર લખાયેલી વાલ્મિકીકૃત રામાયણનો દિપ પ્રાગ્ટ્ય કરી આરંભ કરવામાં આવ્યો હતો. વ્યાસપીઠ પરથી માનવીને જીવનના સારા કે કઠિન માર્ગોની કેડી પર કઇ રીતે જીવનનો પથ કંડારવો તેનો યથાર્થ મર્મ પ્રભુશ્રી રામના જીવનચરિત્રમાંથી મળે છે તેના અમૂલ્ય જ્ઞાન શ્રી ધનંજયભાઇ શાસ્ત્રી શ્રી રામની કથાનું પવિત્ર રસપાન ઉપસ્થિત ભક્તોને કરાવતાં ભક્તો પણ મંત્રમુગ્ધ બની ભગવાન શ્રી રામના આ અમૂલ્ય જ્ઞાનના વારસાને બિદરાવી રહ્યા છે. આ શ્રી રામકથાના મુખ્ય યજમાનપદે મુંબઇના ભારતીબેન બિરાજમાન છે.

Related posts

સેન્સેક્સમાં ૧૩૯, નિફ્ટીમાં ૩૧ પોઈન્ટનો ઘડાટો જાેવાયો

saveragujarat

પુરા દેશમા ગુજરાતનો ઐતિહાસિક ચુકાદો, એક સાથે 38 આતંકવાદીઓને ફાંસીએ લટકાવી દેવાનો દેશનો પ્રથમ કિસ્સો.

saveragujarat

ભારતીય ટેક્નોલોજી અને ઇનોવેશન ઇકોસિસ્ટમ વિશે જુસ્સો ધરાવતા પ્રધાનમંત્રીએ આપણા બધા માટે વિઝન રજૂ કર્યું.-રાજીવ ચંદ્રશેખર

saveragujarat

Leave a Comment