Savera Gujarat
Other

રમઝાન પહેલા ૧૪ કરોડમાં વેચાયો સૌથી મોંઘો ઊંટ

નવી દિલ્હી,તા.૨૯
ઈસ્લામનો પવિત્ર મહિનો રમજાન ટૂંક સમયમાં શરૂ થનાર છે. તેના પહેલા સઉદી અરબમાં એક ઉંટ એટલી મોંઘી કિંમતમાં વિચાયો છે, જેના વિશે જાણીને તમારા હોંશ ઉડી જશે. આ ઉંટની કિંમત જાણીને તમે દાંત નીચે તમારી આંગળી દબાવી લેશો. આ દુનિયાનું સૌથી મોંઘુ ઉંટ બતાવવામાં આવી રહ્યું છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ ઉંટની હરાજી ૭ મિલિયન સઉદી રિયાલ એટલે કે લગભગ ૧૪ કરોડ ૨૩ લાખ રૂપિયા લગાવવામાં આવી છે. ગલ્ફ ન્યૂઝના રિપોર્ટ અનુસાર, આ ઉંટ માટે સઉદી અરબમાં સાર્વજનિક હરાજીનું આયોજન કરવામાં આવ્યું હતું. હરાજીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. તેમાં પારંપરિક પોશાક પહેરેલો એક શખસ માઈક્રોફોન મારફતે હરાજીમાં બોલી લગાવતો જાેવા મળી શકે છે. તમને જણાવી દઈએ કે ઉંટની શરૂઆતી હરાજી ૫ મિલિયન સઉદી રિયાલ એટલે કે લગભગ ૧૦ કરોડ ૧૬ લાખ રૂપિયા રાખવામાં આવી હતી. ત્યારબાદ ૭ મિલિયન સઉદી રિયાલની હરાજી પર તેની હરાજી ફાઈનલ કરી નાંખવામાં આવી. જાેકે, આટલી ઉંચી હરાજી લગાવીને ઉંટ ખરીદનાર શખસનો ખુલાસો કરવામાં આવ્યો નથી. વીડિયોમાં તમે જાેઈ શકો છો કે ઉંટને એક ઘાતુના વાડામાં રાખવામાં આવ્યું છે. પારંપારિક પોશાક પહેરેલા લોકો હરાજીમાં સામેલ થયેલા જાેઈ શકાય છે. સઉદી અરબમાં આટલા મોંઘી કિંમતની હરજી કરવામાં આવેલું ઉંટ દુનિયાના દુર્લભ ઉંટોમાંથી એક માનવામાં આવે છે. આ ઊંટ તેની ખાસ સુંદરતા અને વિશિષ્ટતા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. દુનિયામાં આ પ્રજાતિના ઉંટ ખૂબ જ ઓછા છે. આપણે સૌ જાણીએ છીએ કે ઉંટ સઉદી અરબના લોકોના જીવનમાં ભાગેદાર થાય છે. ઈદના દિવસે સઉદી અરબમાં ઉંટોની બલિ ચઢાવવામાં આવે છે. સઉદી અરબમાં વિશ્વનો સૌથી મોટો કેમલ મેળો પણ લાગે છે.

Related posts

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો ઈતિહાસ પણ એટલો જ રસપ્રદ છે,આવો જાણીએ

saveragujarat

ગૌતમ અદાણીને પાછળ ધકેલી મુકેશ અંબાણી ફરી એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ

saveragujarat

એલજે એન્જિનિયરિંગના ૬૦ સ્ટૂડન્ટ્‌સ સાથે સાયબર ફ્રોડ

saveragujarat

Leave a Comment