Savera Gujarat
Other

જીએનએ ગાંધીનગર: ટેટ પાસ ઉમેદવારો ભરતીમાં વધારો કરવા મામલે ગાંધીનગરના વિસ્તા ગાર્ડન ખાતે એકઠા થયા હતા.

સવેરા ગુજરાત/ગાંધીનગર -ખાતે ભરતીમાં વધારો કરવા મુદ્દે ટેટ ઉમેદવારો ભેગા થતા પોલીસે ડિટેન કર્યા.ટેટ પાસ ઉમેદવારો વિદ્યાસહાયકની ભરતીમાં વધારો કરવામાં આવે તેને લઈને ઘ4 વિસ્ટા ગાર્ડન ગાંધીનગર ખાતે ધરણા પર ઉતર્યા હતા, એકઠા થયેલા ઉમેદવારો દ્વારા ગાંધીનગર કલેક્ટર શ્રી તેમજ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને આવેદન આપી રજુઆત કરવાના હતા પરંતુ આંદોલન પહેલા જ આશરે 100 જેટલા ઉમેદવારોની પોલીસે અટકાય કરી હતી. અટકાયત કરાયા છતાંય ગુજરાત ભરમાંથી આ આંદોલનમાં જોડાવા મોટી સંખ્યામાં ઉમેદવારો ગાંધીનગર ખાતે પહોંચી એકઠા થયા હતા.

છેલ્લા કેટલાય સમયથી રજુઆત કરવા છતાં કોઈ નિરાકરણ નહીં આવતા ગાંધીનગર ખાતે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન પર ઉતર્યા હતા, ટેટ ઉમેદવાર અજિતે જણાવ્યું કે હું ગુજરાતી વિષયમાં ગોલ્ડ મેડલિસ્ટ છું છતાં હું બેકાર છું અમારી સરકાર પાસે એક જ માંગ છે કે ભરતી કેલેન્ડર મુજબ ભરતી બહાર પાડવામાં આવે, 3300ની જગ્યા સામે 18 હજાર જગ્યાઓ બહાર પાડવામાં આવે તેમજ પ્રવાસી શિક્ષકોની પ્રથા બંધ કરવામાં આવે, ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા જે 3300 ની ભરતી બહાર પાડવામાં આવી છે તેના મેરીટની તારીખ પણ સરકાર દ્વારા નક્કી કરી દેવામાં આવી છે,ઉમેદવારોએ જણાવ્યું કે અમારી માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આગામી સમયમાં અમે ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરીશું અને સરકારશ્રીમા રજુઆત કરી આ બાબતનો નિકાલ લાવવા પ્રયત્ન કરીશું.

Related posts

રિવરફ્રન્ટ ખાતે ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલનો પ્રારંભ

saveragujarat

સીજેઆઈ ચંદ્રચૂડ બંને પુત્રીને લઈને સુપ્રીમ કોર્ટમાં પહોંચી

saveragujarat

નોકરી માંગવા આવેલો શખ્સ કળા કરી ગયો ૪૮.૮૬ લાખ હીરાની ચોરી કરી રફુચક્કર

saveragujarat

Leave a Comment