Savera Gujarat
Other

વિધાનસભા રાજ્યમાં મસાલા પાક જીરાના ઉત્પાદન અને વાવેતર મુદ્દે કોંગ્રેસે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ ને ભીંસમાં લીધા હતા

સવેરા ગુજરાત/ વિધાનસભાગૃહમાં કોંગ્રેસ અને સરકારના કૃષિ મંત્રી વચ્ચે જબરજસ્ત દલીલો થઈ હતી. પ્રશ્ર્ન કાળમાં કોંગ્રેસના ધારાસભ્ય બળદેવજી ઠાકોર એ જીરાના વાવેતર અને ઉત્પાદન અંગે કૃષિમંત્રી રાઘવજી પટેલ ને પ્રશ્ન પૂછ્યો હતો કે સરકારે તેના ઉત્તરમાં ઉત્પાદનના આંકડા કયા આધારે બતાવ્યા છે એટલું જ નહીં ખરેખર તો જીરાનું વાવેતર એક વિઘામાં વધુમાવધુ 10 મણ જ થઈ શકે ત્યારે સરકારે કયા આધાર પુરાવા થી આ જવાબ આપ્યો છે.તો બીજી તરફ કૃષિમંત્રી રાઘવજી પટેલે આ અંગેની વિગતો આપતાં વિધાનસભાગૃહમાં જણાવ્યું હતું કે જીરાના વાવેતરમાં કાળીયા રોગથી તેના ઉત્પાદનમાં સીધી અસર થાય અને પાક નિષ્ફળ જવાની છાશવારે ઘટનાઓ બનતી હોય છે એટલું જ નહીં એક વીઘામાં 15 મણ કરતાં વધુ ઉત્પાદન થતું હોવાનો દાવો કર્યો હતો. અને ગૃહમાં જણાવ્યું હતું અને અંદાજીત વાવેતર ના આધારે જ ઉત્તર આપ્યો છે.ઉપરાંત રાઘવજી એ સ્પષ્ટતા કરી હતી કે જીરાના ભાવમાં ઉત્પાદકોને પૂરતા ભાવ મળે છે

એટલે હાલ જીરાની ટેકાના ભાવે ખરીદી કરવા માટે ભારત સરકારની કોઇ જ દરખાસ્ત નહીં કરવામાં આવે તેવી સ્પષ્ટતા કરી હતી અને કહ્યું હતું કે ભારત સરકારે ગુજરાતના 15 પાકોને ટેકાના ભાવે ખરીદી માટે નો સમાવેશ કર્યો હોવાની વિગતો વિધાનસભા ગૃહમાં રજૂ કરી હતી જોકે આ સમયે કોંગ્રેસના ધારાસભ્ય બળદેવજી ઠાકોર કૃષિ મંત્રી ના ઉત્તરથી અસંતોષ વ્યક્ત કર્યો હતો અને જીરાની ખેતી અંગે બંને નેતાઓ વચ્ચે દલીલો થઈ હતી. જોકે વાવેતર મુદ્દે અટવાઈ પડેલા કૃષિમંત્રી રાઘવજીભાઇ કોંગ્રેસે ઉપસ્થિત કરેલા પ્રશ્નો યોગ્ય ઉત્તર આપવામાં અસમર્થ રહ્યાં હતા.

Related posts

ભારતની ચિંતા વધી, વિદેશથી આવતા મુસાફરોમાં ૩૯ કોવિડ પોઝિટીવ

saveragujarat

છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૨,૫૮,૦૮૯ નવા કેસ નોંધાયા

saveragujarat

રાજસ્થાનના મેવાડના નાથદ્વારાની પાવનધરાના નીલ વાવડી ખાતે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

saveragujarat

Leave a Comment