Savera Gujarat
Other

PM MODI ની ગુજરાત મુલાકાતને લઇને તડામાર તૈયારીઓ, જાણો વડાપ્રધાનના કાર્યક્રમની રૂપરેખા

આગામી 12 માર્ચના રોજ વડાપ્રધાન મોદી ગુજરાત ખેલ મહાકુંભનો શુભારંભ કરાવવાના છે. જેના માટે રાજ્ય સરકાર દ્વારા તમામ તમામ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.અમદાવાદના નવરંગપુરામાં આવેલા સરદાર પટેલ સ્ટેડિયમમાં ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યુ છે.

સવેરા ગુજરાત/ગાંધીનગર:-  ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ વડાપ્રધાન મોદી (PM MODI) ગુજરાત (Gujarat) પ્રવાસે આવી રહ્યાં છે. ત્યારે ગુજરાતમાં પણ પીએમ મોદીના ભવ્ય સ્વાગતની તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ખેલ મહાકુંભ (Khel Mahakumbh)અને પીએમ મોદીના સ્વાગત માટેના હોર્ડિંગ લગાવવામાં આવ્યાં છે. એટલું જ નહીં એરપોર્ટથી કમલમ સુધીના રૂટ પર અનેક સ્ટેજ બનાવવામાં આવ્યાં છે. જ્યાં સ્ટેજ પર દેશના અલગ-અલગ સાંસ્કૃતિક કાર્યક્રમોની (Program) ઝાંખી કરાવાશે.

આવતીકાલથી બે દિવસ દેશના પ્રધાનમંત્રી અમદાવાદની મુલાકાતે છે. ત્યારે વિવિધ કાર્યક્રમોમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાજરી આપશે. જેમાં અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ખેલ મહાકુંભની શરૂઆત તથા નવી સ્પોર્ટ્સ પોલીસી અમલમાં મુકાશે.નવી સરકારના ગઠન બાદ પ્રથમ વખત પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે નાના અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે નરેન્દ્ર મોદી ખેલ મહાકુંભની શરૂઆત કરાશે. અને તેની સાથે જ રાજ્ય સરકારની નવી સ્પોર્ટ્સ પોલિસી અમલમાં મુકાશે.

ખેલ મહાકુંભની શરૂઆત સાથે રંગારંગ કાર્યક્રમો સાથે નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવામાં આવશે. જેમાં વિવિધ લોકો દ્વારા ડાન્સ પર્ફોમન્સ કરીને નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવામાં આવશે. અને રાજ્યના જાણીતા લોક કલાકારો પોતાના સૂર રેલાવી નરેન્દ્ર મોદીનું સ્વાગત કરશે. તેની ભરપૂર તૈયારીઓ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. આ સાથે જ સ્ટેડિયમની આસપાસના વિસ્તારમાં પુરતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.

બીજી તરફ 12 માર્ચે વડાપ્રધાન મોદી ખેલ મહાકુંભનો શુભારંભ કરાવશે. નવરંગપુરામાં સરદાર પટેલ સ્ટેડિયમ ખાતેથી ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવવાના છે. આ અંગેની માહિતી આપતા સી.આર. પાટીલે કહ્યું, સરદાર પટેલ સ્ટેડિયમમાં 1100 કલાકારો સાથે ભવ્ય લાઈટિંગનો કાર્યક્રમ થશે. માત્ર ખેલાડીઓ જ નહીં સ્પોર્ટ્સ સાથે સંકળાયેલા લોકો પણ તેમાં હાજર રહેશે. ખેલ મહાકુંભમાં રાજ્યમાં 500થી વધુ જગ્યાએ યોજાશે. 46 લાખથી વધુ લોકોએ ખેલ મહાકુંભમાં રજિસ્ટ્રેશન કર્યું છે.

આગામી 12 માર્ચના રોજ વડાપ્રધાન મોદી ગુજરાત ખેલ મહાકુંભનો શુભારંભ કરાવવાના છે. જેના માટે રાજ્ય સરકાર દ્વારા તમામ તમામ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.અમદાવાદના નવરંગપુરામાં આવેલા સરદાર પટેલ સ્ટેડિયમમાં ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યુ છે.જ્યાં વડાપ્રધાન મોદીના હસ્તે ખેલ મહાકુંભનો શુભારંભ થશે.

ખેલ મહાકુંભની તૈયારીઓને રમતગતમ પ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું, ખેલ મહાકુંભ એ સૌ ખેલાડી માટે દિવાળીના તહેવાર જેવો તહેવાર છે. અત્યાર સુધીમાં લગભગ 41 લાખ જેટલા રમતવીરોએ રજિસ્ટ્રેશન કરાવ્યું. તેમણે કહ્યું કે- રમતગમતને પ્રોત્સાહન આપવા માટે આગામી સમયમાં રાજ્ય સરકાર સ્પોર્ટ્સ પોલિસી લાવી રહી છે. જેના કારણે સ્પોર્ટ્સ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માગતા યુવાનોને સારું પ્લેટફોર્મ મળી રહેશે.

12 માર્ચે વડાપ્રધાન સાંજે 6.30 કલાકે અમદાવાદના નવરંગપુરામાં આવેલા સરદાર પટેલ સ્ટેડિયમમાં ગુજરાત ખેલ મહાકુંભ 2022નો શુભારંભ કરાવશે.આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી જ્યારે અમેરિકામાં ગયા હતા, એવું સ્ટેજ સ્ટેડિયમની વચ્ચોવચ્ચ કરવામાં આવશે.અને તમામ જગ્યાએ લાઈટિંગ કરવામાં આવશે.

Related posts

હજારો માછીમારો અચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર ઉતર્યા

saveragujarat

બહુચર્ચિત અમદાવાદની આયેશા આત્મહત્યા કેસમાં પતિ આરીફને સેશન્સ કોર્ટે ૧૦ વર્ષની સજા ફટકારી

saveragujarat

ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે સુપોષણ અભિયાન અંગે બેઠક યોજાઈ.

saveragujarat

Leave a Comment