Savera Gujarat
Other

ભારતીય તટરક્ષક દળ ઑક્સિલરી બાર્જ ઉર્જા પ્રભાનો થયો પ્રારંભ

સવેરા ગુજરાત/અમદાવાદ:-  ભારતીય તટરક્ષક દળ (ICG) ઑક્સિલરી બાર્જ “ઉર્જા પ્રભા”નો 05 માર્ચના રોજ શ્રીમતી વિરાજ શર્મા દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો છે. તેમણે નવી દિલ્હી સ્થિત ભારતીય તટરક્ષક દળના હેડક્વાર્ટરના નાયબ મહાનિદેશક (M&M) ઇન્સ્પેક્ટર જનરલ દેવ રાજ શર્મા PTM, TM ની ઉપસ્થિતિમાં ભરૂચમાં શોફ્ટ શિપયાર્ડ ખાતે આ પ્રારંભ કર્યો હતો.

ઑક્સિલરી બાર્જ ઉર્જા પ્રભા 1.85 મીટર ડ્રાફ્ટ સાથે 36.96 મીટર લંબાઇ ધરાવે છે જે જહાજના ઇંધણ, ઉડ્ડયન ઇંધણ અને તાજા પાણીની અનુક્રમે 50 ટન, 10 ટન અને 40 ટનની ક્ષમતા સાથે તેનું વહન કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.

આ બાર્જથી સમુદ્રમાં દૂર દૂરના વિસ્તારોમાં વિવિધ તટરક્ષક દળ ચાર્ટર ખાતે ફરજ નિભાવવા માટે તૈનાત કરવામાં આવેલા ICG જહાજોને લોજિસ્ટિક સહકાર આપીને ભારતીય તટરક્ષક દળની કામગીરીમાં વધારો કરી શકાશે.

Related posts

ચાર દાયકા બાદ ગુજરાતી ફિલ્મમાં અભિનેતા પરેશ રાવલનું પુનઃ આગમન

saveragujarat

વલસાડમા અજાણ્યા ઈશમોએ અવાવરુ જગ્યાએ ફેંક્યો રષ્ટ્રધ્વજ, પોલીસે સન્મન આપી ધ્વજ ઊઠાવ્યો-આગળની તપાસ હાથ ધરી.

saveragujarat

જો તમે દિવાળી પર કાર લેવાનું વિચારી રહ્યા હોય તો , તમારા બજેટમાં મળી રહી છે આ 4 કાર

saveragujarat

Leave a Comment