Savera Gujarat
Other

જામનગરમાં 30 વર્ષીય યુવાનનું કોરોનાથી મોત

જામનગર તા.12
જામનગર શહેરમાં કોરોના આજે ઘાતક બન્યો છે, અને કોરોનાની બીમારીમાં સપડાયેલા 30 વર્ષીય એક યુવાનનું મૃત્યુ નિપજયું છે. જેથી કોરોના ના મામલે ભયનો માહોલ સર્જાયો છે.

જામનગર શહેરમાં ગઇકાલે કોરોનાના 82 જેટલા કેસ નોંધાયા છે. સાથે સાથે કોરોનાના ભરડામાં એક યુવાનનું મૃત્યુ નિપજયું છે. જામનગરમાં કાલાવડ નાકા બહાર રહેતા ભગવાનજીભાઇ જેરામભાઇ પરમાર નામના 30 વર્ષીય યુવાનનું મૃત્યુ નીપજયું હતું. જેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો, અને મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરતા પહેલાં તેનો કોવિડ રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જેમાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આથી કોરોના ની ગાઈડલાઈન અનુસાર અંતિમવિધિ કરવામાં આવી રહી છે.

મૃતક યુવાન કે જેને આજથી એક સપ્તાહ પહેલાં શરદી ઉધરસની તકલીફ હોવાથી જામનગરની જી.જી.હોસ્પિટલમાં દવા લેવા માટે આવ્યો હતો, અને દવા લીધા પછી ઘરે આરામ કરતો હતો. જે દરમિયાન આજે સવારે 9 વાગ્યા સુધી ઉઠ્યો ન હોવાથી તેની માતા અને ભાઈ વગેરે ઉઠાડતાં બેશુદ્ધ અવસ્થામાં હતો, જેથી તાત્કાલિક અસરથી જામનગરની જી.જી.હોસ્પિટલમાં સારવાર માટે લાવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નીપજયું હોવાનું જાહેર કર્યું હતું.

જેના મૃત્યુ અંગેનું જી.જી.હોસ્પિટલના પોલીસ સ્ટાફ દ્વારા કારણ પૂછવામાં આવતાં તેના પરિવારજનોએ તાવ-શરદીની બીમારી હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસ દ્વારા તેનો કોરોના રિપોર્ટ કરાવ્યા પછી પોસ્ટમોર્ટમ કરાવવાનું નક્કી કર્યું હતું, અને ડેડ બોડીને હોસ્પિટલના કોલ્ડરૂમમાં રાખવામાં આવી હતી, દરમિયાન મોડેથી તેનો કોરોના પોઝિટિવ રિપોર્ટ મળ્યો હોવાથી તેનું કોરોનાની બીમારીમાં મૃત્યુ થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. જે સમગ્ર મામલે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

Related posts

મહિલા અને બાળ કલ્યાણ પ્રવૃત્તિ સમિતિના સ્વ ભંડોળ અંતર્ગત અમદાવાદ જીલ્લાની ‘પંખ અને ‘વચન’ યોજનાનો શુભારંભ

saveragujarat

અમદાવાદમાં અંધારુ છવાયું, આખું શહેર વાદળોના બાનમાં

saveragujarat

કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી એકાએક સૌરાષ્ટ્રમાં : આજે ખોડલધામ ચેરમેન નરેશ પટેલ સાથે કરશે મુલાકાત, મા ખોડલના આશીર્વાદ મેળવશે

saveragujarat

Leave a Comment