Savera Gujarat
તાજા સમાચારભારતરમત ગમત

રોહિત-કોહલીનું પત્તુ કાપીને આ દિગ્ગજ બનશે ટીમ ઇન્ડિયાનો કેપ્ટન

વિરાટ કોહલી પાસે કેપ્ટન તરીકે પોતાને સાબિત કરવા માટે બહુ ઓછો સમય બચ્યો છે. વિરાટ કોહલી 2021 ટી 20 વર્લ્ડ કપ બાદ ભારતની ટી 20 કેપ્ટનશિપ છોડશે. જો ભારત આ 2021 ટી 20 વર્લ્ડ કપ ન જીતે તો કોહલીની વનડે કેપ્ટનશિપ પણ જઇ શકે છે. 2023 વનડે વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને, BCCI ભારતના સ્ટાર ખેલાડીને આગામી વનડે કેપ્ટન બનાવી શકે છે.
રોહિત નહીં, આ સ્ટાર ખેલાડી ભારતનો નવો કેપ્ટન બનશે

જ્યાં સુધી રોહિત શર્માનો સવાલ છે, તે ભારતનો આગામી વનડે કેપ્ટન બની શકે તેમ નથી. રોહિત શર્મા અત્યારે 34 વર્ષના છે અને યુવાઓ હોવાના કારણે વનડે કેપ્ટન તરીકે રોહિત શર્માને ભાગ્યે જ તક મળે તેમ છે. 2023 વનડે વર્લ્ડ કપ ભારતમાં જ રમાશે, આવી સ્થિતિમાં ભારતના કેપ્ટન કેએલ રાહુલ પાસે 50 ઓવરનો વર્લ્ડ કપ જીતવાની તાકાત છે. વિરાટ કોહલીને 27 વર્ષની ઉંમરે ટેસ્ટની કેપ્ટનશીપ મળી હતી, જ્યારે 29 વર્ષની ઉંમરે તેને વનડે અને ટી -20 ની કમાન મળી હતી.

વિરાટ કોહલી પાસે તેની કેપ્ટનશિપ એન્જોય કરવા માટે ઘણો સમય હતો. આવી સ્થિતિમાં, BCCIનો ટાર્ગેટ નવા કેપ્ટન તરીકે કેએલ રાહુલને તૈયાર કરવાનો રહેશે. જો ભારતે નવો કેપ્ટન બનાવવો હોય તો કેએલ રાહુલ સારો વિકલ્પ છે. તેણે સારું પ્રદર્શન કર્યું છે. ઈંગ્લેન્ડમાં પણ તેની બેટિંગ ઘણી સારી હતી. તે આઈપીએલમાં ઇન્ટરનેશનલ લેવલે તેમજ 50 ઓવરની ક્રિકેટમાં સારું પ્રદર્શન કરી રહ્યો છે.

2023 વનડે વર્લ્ડ કપ સુધીમાં વિરાટ કોહલી 34-35 વર્ષનો થઈ જશે, આવી સ્થિતિમાં ભારતીય ટીમ નવા કેપ્ટનની શોધમાં હશે. આવી સ્થિતિમાં વિરાટ કોહલીની જગ્યાએ કેએલ રાહુલ ટીમ ઈન્ડિયાનો પરમેનેન્ટ કેપ્ટન બની શકે છે. ટીમ ઇન્ડિયામાં કેએલ રાહુલનું સ્થાન ત્રણેય ફોર્મેટમાં કન્ફર્મ થઈ ગયું છે. કેએલ રાહુલ સ્માર્ટ દિમાગ ધરાવે છે. કેએલ રાહુલ પાસે કેપ્ટન બનવાના તમામ ગુણો છે.

આગામી ટી 20 વર્લ્ડ કપ 2022 માં ઓસ્ટ્રેલિયામાં રમાશે, જે કોવિડ -19 મહામારીને કારણે એક વર્ષ માટે મુલતવી રાખવામાં આવ્યો હતો. ભારત 2023 માં વનડે વર્લ્ડ કપની યજમાની કરશે. આવી સ્થિતિમાં કેએલ રાહુલને ભારતના આગામી કેપ્ટન બનવાની તક મળશે. કેએલ રાહુલ એક ઉમદા કેપ્ટન, એક શાનદાર વિકેટકીપર અને અદભૂત બેટ્સમેન છે.

ઘણી વાર કપ્તાનીમાં ઉતાર -ચડાવ આવે છે, પરંતુ રાહુલ એક શાનદાર કેપ્ટન છે. વિરાટની ઉંમર 30 વર્ષથી વધુ છે. રોહિતે 30 વર્ષની ઉંમર પણ પાર કરી લીધી છે. આવી સ્થિતિમાં ભારતને આગામી દિવસોમાં નવી પેઢી જોવી પડશે. જો રાહુલને તૈયાર કરવામાં આવે, તો તે એક સારો કેપ્ટન સાબિત થઈ શકે છે, તે પણ ત્રણેય ફોર્મેટમાં. કેએલ રાહુલ પાસે કેપ્ટનશીપ સંભાળવાની ક્ષમતા છે અને તેને ભારતીય ક્રિકેટ ટીમના ભાવિ કેપ્ટન તરીકે તૈયાર કરવો જોઈએ.

Related posts

દીકરીને સાપનો ભારો કહેવતને ખોટી ઠેરવતી મોડાસાની દીકરી

saveragujarat

રાજ્યમાં પ્રથમ તબક્કાની ચૂંટણીમાં ૮૯ બેઠકો પર શાંતિપૂર્ણ ૫૯ ટકા મતદાન

saveragujarat

કોવિડ-૧૯ ગયો નથી, લોકોએ સાવચેત રહેવું પડશે ઃ સરકાર

saveragujarat

Leave a Comment