Savera Gujarat
તાજા સમાચારભારતવિદેશ

ચીનમાં વીજ સંકટ ના કારણે ભારતમાં દવા તથા ઓટો પાર્ટસ થઈ જશે મોંઘા…

ચીનમાં જે વિજળીનું સંકટ સર્જાયુ છે તેના કારણે ભારતમાં ચીનથી આયાત થતા અનેક બેઝીક ઉત્પાદનો તથા કાચોમાલ મોંઘો બને તેવી ધારણા છે. ખાસ કરીને દવા માટેના રસાયણ, સ્ટીલ, ફર્નેશ ઓઈલ, પ્લાસ્ટીક તથા ઈલેકટ્રોનીક અને ઓટોપાર્ટસ મોંઘા બની શકે છે. ભારતમાં કેમીકલ બનાવવાના કાચા રસાયણોની કિંમત વધવા લાગી છે. ફેડરેશન ઓફ ઈન્ડીયન એકસપોટ ઓર્ગેનાઈઝેશનના સીઈઓ અજય સહાયના જણાવ્યા મુજબ ચીનના વિજળી સંકટથી તેના 20 રાજયોમાં ઉત્પાદનો પર અસર પડી છે.

કેમીકલ ઉદ્યોગોમાં છેલ્લા પંદર દિવસથી પાંચ થી 40 ટકાનો ભાવવધારો થયો છે અને આ સંકટ ચાલુ રહે તો કાચા માલની અછત પણ સર્જાઈ શકે છે. દવાના કાચા માલમાં ભારત 70 ટકા ચીન પર નિર્ભર છે. વાણિજય મંત્રાલયના આંકડા મુજબ જાન્યુઆરીથી ઓગષ્ટમાં ઓટોપાર્ટસમાં 64 ટકા પ્લાસ્ટીકમાં 108 ટકા, લોખંડ અને સ્ટીલમાં 37 ટકા, ફાર્મા ઉત્પાદનમાં 38 ટકા અને કેમીકલમાં 41 ટકા જેવો આયાત વધારો થયો છે. પરંતુ હવે ચીનની કટોકટીએ આયાત મોંઘી બનશે અને ઉત્પાદન પણ ઓછા મળશે જેના કારણે ભારતમાં એક તરફ દવાના રસાયણોની અછત અને ભાવવધારો બંને ઝડપથી અસર કરશે.

 

Related posts

જુઓ PM નરેન્દ્ર મોદીએ આ ફોટો શેર કરી આપી નવરાત્રીની શુભેચ્છાઓ..

saveragujarat

અમદાવાદમાં અંધારુ છવાયું, આખું શહેર વાદળોના બાનમાં

saveragujarat

સાપ્તાહિક કોરોના વાયરસના કેસોમાં ૧૧%નો ઉછાળો

saveragujarat

Leave a Comment