Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

લોકોને ક્યારેય ગુજરાતના રમખાણો ભૂલીને આગળ વધવાનું કહ્યું નથીઃ શશી થરૂર

સવેરા ગુજરાત,નવી દિલ્હી, તા.૨૮
ચારેબાજુ બીબીસી ડોક્યુમેન્ટરીની ચર્ચા અને વિવાદ બંને થઇ રહ્યો છે. તો ક્યારેક કોઇ આ ડોક્યુમેન્ટરીને લઇને વિવાદિત નિવેદન આપી રહ્યું છે. બ્રિટિશ બ્રોડકાસ્ટર બીબીસી ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચનની એક ડોક્યુમેન્ટ્રી પર આ દિવસોમાં દેશમાં ઘણો વિવાદ ચાલી રહ્યો છે. ડોક્યુમેન્ટ્રીમાં ૨૦૦૨ના ગુજરાત રમખાણોમાં તત્કાલિન સીએમ નરેન્દ્ર મોદીની ભૂમિકા પર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. આ ડોક્યુમેન્ટરીને વાંધાજનક અને પ્રોપેગેન્ડા ગણાવીને કેન્દ્ર સરકારે દેશમાં તેની લિંક શેર કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. જે બાદ દેશની ઘણી યુનિવર્સિટીઓમાં ડાબેરી વિદ્યાર્થી સંગઠનો બીબીસીની આ ડોક્યુમેન્ટરીના સ્ક્રીનિંગને લઈને હંગામો મચાવી રહ્યા છે.આ ડોક્યુમેન્ટરીને લઇને કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે કહ્યું છે, કે તેમણે લોકોને ક્યારેય ગુજરાતના રમખાણો ભૂલીને આગળ વધવાનું કહ્યું નથી. શશિ થરૂરે અગાઉ તેમના એક નિવેદનમાં કહ્યું હતું કે, હવે આપણે ગુજરાત રમખાણોને પાછળ છોડીને આજના સમયની સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જાેઈએ. સુપ્રીમ કોર્ટના ર્નિણયને ટાંકતા તેમણે કહ્યું કે, “આ ઘટનાને ૨૧ વર્ષ વીતી ગયા છે. સટ્ઠુપ્રીમ કોર્ટે આ મામલે પીએમને ક્લીનચીટ આપી પણ દીધી છે.”શશિ થરૂરની સોશિયલ મીડિયા પર ઘણી ટીકા થઈ હતી. જે બાદ શશિ થરૂરે પોતાના નિવેદન પર સ્પષ્ટીકરણ આપ્યું છે.તિરુવનંતપુરમના કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે તાજેતરમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે, ભારતે હવે આ ઘટનાને મુકીને આગળ વધવું જાેઈએ. લોકોને લાગે છે કે આ બે દાયકા જૂની બાબતને પાછળ છોડી દેવી જાેઈએ. આ મામલે સુપ્રીમ કોર્ટે પણ પોતાનો ચુકાદો આપ્યો છે. જાે કે, તેમણે એમ પણ કહ્યું કે, તેઓ એવા લોકો પર પણ આક્ષેપો નથી કરી રહ્યા કે, જેમને લાગે છે કે ગુજરાત રમખાણોનું સંપૂર્ણ સત્ય હજી બહાર આવ્યું નથી. શશિ થરૂરના આ નિવેદન બાદ યુઝર્સે સોશિયલ મીડિયા પર તેમની ટીકા કરવાનું શરૂ કરી દીધું હતું. શશિ થરૂરે હવે આ અંગે સ્પષ્ટતા કરવી પડી.શશિ થરૂરે કહ્યું છે કે, લોકો મારા વિચારો સાથે અસંમત હોઈ શકે છે પરંતુ ૪ દાયકાની સાંપ્રદાયિક બાબતો અને બે દાયકાથી ગુજરાતના રમખાણો પીડિતો સાથે ઊભા રહેવાના તેમના રેકોર્ડ પર કોઈ આંગળી ચીંધી શકે નહીં. થરૂરે કહ્યું હતું કે દેશના બિનસાંપ્રદાયિક લોકોને હવે આ મુદ્દા પર દુર્ભાવનાને આશ્રય આપીને કંઈપણ મેળવવાનું નથી.

Related posts

તમામ બેઠક પર હરીફ ઉમેદવારની ડિપોઝીટ ડૂલ થશે ઃ સીઆર પાટીલ

saveragujarat

માઉન્ટ આબુમાં સતત ત્રીજા દિવસે તાપમાન માઈનસમાં નોંધાયું

saveragujarat

ગેરકાયદેસર અમેરિકા લઈ જવા માટેનો ભાવ ઊંચકાયો

saveragujarat

Leave a Comment