Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

કોંગ્રેસના દેખાવમાં સુધારો છતાં ૨૦૨૪માં એનડીએની સરકાર ફરી ચૂંટાવાના સંકેત

સવેરા ગુજરાત,નવી દિલ્હી, તા.૨૭
આગામી લોકસભાની ચૂંટણી અંગે અત્યારથી જ તમામ પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપ ફરી એકવાર પૂર્ણ બહુમત સાથે સરકારમાં વાપસી કરવાની રણનીતિ તૈયાર કરી રહ્યો છે ત્યાં વિપક્ષ ૨૦૨૪માં ભાજપને ઘેરવાના પ્રયાસો કરી રહ્યો છે. આ દરમિયાન દેશની પ્રજાનો મૂડ જાણવાનો દાવો કરતો એક સરવે સામે આવ્યો છે. સરવેમાં એ જાણવાનો પ્રયાસ કરાયો હતો કે જાે હાલમાં લોકસભા ચૂંટણી યોજાય તો કોને બહુમત મળશે? જાેકે સરવેના પરિણામો ચોંકાવનારા રહ્યા હતા. એક સરવેમાં લોકોએ આ સવાલનો જવાબ આપ્યો હતો કે જાે હાલમાં ચૂંટણી યોજાય તો ફરી એનડીએની સરકાર રચાઈ શકે છે. જાેકે કોંગ્રેસના પ્રદર્શનમાં સુધારો થયો છે પરંતુ તે એટલી હદે નથી કે મોદી સરકારને સત્તાથી દૂર કરી શકે.જાેકે સરવેમાં ભલે એનડીએને બહુમત મળતો બતાવાયો હોય પણ આંકડા તેની તરફેણમાં નથી. આંકડા જણાવે છે કે જાે વિપક્ષ એકજૂટ થઈ જાય તો ભાજપ તેના હાથમાંથી સત્તા ગુમાવી દેશે. ચાલો આંકડાથી સમજીએ. સરવે મુજબ લોકસભાની ૫૪૩ સીટોમાંથી ૨૯૮ સીટો એનડીએ ગઠબંધનને મળી રહી છે. જ્યારે કોંગ્રેસના નેતૃત્વ હેઠળના યુપીએ ગઠબંધનને ૧૫૩ સીટો મળી રહી છે. જ્યારે અન્ય પક્ષોના ખાતામાં ૯૨ બેઠકો આવી રહી છે. ટકાવારીની વાત કરીએ તો એનડીએને ૪૩ ટકા, યુપીએને ૩૦ ટકા અને અન્યને ૨૭ ટકા વોટ મળતા દેખાઈ રહ્યા છે. સરવેમાં આ સ્થિતિ ત્યારે જાેવા મળી રહી છે જ્યારે વિપક્ષ એકજૂટ નથી. કેસીઆર અલગ રાષ્ટ્રીય પાર્ટી સાથે કેન્દ્ર તરફ મીટ માંડીને બેઠા છે. જ્યારે આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના સીએમ કેજરીવાલ પણ રાષ્ટ્રીય સ્તરે ચૂંટણી લડવાનું સપનું જાેઈ રહ્યા છે. મમતા બેનરજી અને નીતીશ કુમારને લઈને પણ અવારનવાર ચર્ચા થતી રહે છે. એવામાં જાે વિપક્ષ એજૂટ થાય તો લોકસભામાં બાજી પલટાઈ શકે છે.

Related posts

બાળપણના કેન્સરમાં ફેરફાર માટે ગુજરાત રાજ્ય સરકારે કેનકીડ્સ સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા

saveragujarat

ઓલાના સ્કુટરમાં આગની ઘટનાના તપાસના આદેશ આપતું કેન્દ્ર

saveragujarat

સાબરકાંઠાની ૧૯૨૨ આંગણવાડીઓ ફરી ભૂલકાઓથી ધમધમી.,જિલ્લાના ૪૦,૦૦૦ થી વધુ ભૂલકાઓ આંગણવાડીએ

saveragujarat

Leave a Comment