Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

સલીમ દુબઈથી હવાલા મારફતે રૂપિયા મોકલીને ડ્રગનો કારોબાર હેન્ડલ કરી રહ્યો હતો

સવેરા ગુજરાત,વડોદરા,તા.૧૪
છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં ડ્રગ્સનો મોટા કારોબારો સામે આવી રહ્યા છે. ત્યારે ચૂંટણી પહેલા જ વડોદરામાંથી ૬૦૦ કરોડથી વધુનું સ્ડ્ઢ ડ્‌ર્ગ્સ ઝડપાયું હતું. તે કેસમાં આજે મોટો ખુલાસો સામે આવ્યો છે. મુંબઈનો ફરાર આરોપી સલીમ દુબઈમાં હોવાનુ આવ્યું સામે આવ્યું છે. સલીમ દુબઈથી હવાલા મારફતે રૂપિયા મોકલીને ડ્રગનો કારોબાર હેન્ડલ કરી રહ્યો હતો. સલીમ દુબઈથી સ્ડ્ઢ ડ્રગ માટે ઓર્ડર આપી રહ્યો હતો, તે પ્રકારની માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે. આ સાથે, સલીમ દુબઈથી રૂપિયા મોકલતો હોવાનુ પણ સામે આવ્યું છે. સલીમના સાગરીતો મુંબઈમાં સક્રિય હોવાની પણ વાત સામે આવી છે. જેને લઈને મુંબઈમા છ્‌જી દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે, આ સાથે જ, ડ્ઢ કંપનીના કનેકશનને લઈને પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જણાવી દઈએ કે, આ મામલમાં અત્યાર સુધીમાં ૬ આરોપીઓની ધરપકડ કરવામાં આવી ચૂકી છે.ગુજરાત છ્‌જીએ વડોદરામાંથી સ્ડ્ઢ ડ્રગ્સની ફેકટરી ઝડપી પાડી હતી અને પહેલા ૬૩ કિલો કરતા વધુ સ્ડ્ઢ ડ્રગ્સના જથ્થા સાથે પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ ૧૦૦ કરોડથી વધુનો ડ્રગ કબ્જે કરવામાં આવ્યો હતો. માહિતી પ્રમાણે, આ ડ્રગ્સનો જથ્થો મુંબઈ સપ્લાય કરવાનો હતો, પરંતુ તે પહેલા જ ગુજરાત છ્‌જીએ ડ્રગ્સનો મોટો જથ્થો કબ્જે કરી લીધો હતો. જણાવી દઈએ કે, મુખ્ય આરોપી શૌમિલ પાઠક આ ડ્રગ્સનો માસ્ટર માઈન્ડ હોવાંનું સામે આવ્યું હતું.
શૌમિલે આરોપી ભરત ચાવડાની મદદથી કેમિકલ ચોરી કરી કાચો માલ ભેગો કર્યો હતો, પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, અન્ય આરોપી વિનોદ નિઝામે કેમિસ્ટ શૈલેષ કટારીયાનો સંપર્ક કરાવો આપ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, મુખ્ય આરોપી શૌમિલ પાઠક અને સલીમ ડોલા એક સાથે મુંબઇનો જેલમાં હતા, ત્યારે તેમણે સ્ડ્ઢ ડ્રગ્સ બનાવવાનું નક્કી કર્યું હતું. શૌમિલ આ તમામ સ્ડ્ઢ ડ્રગ્સનો જથ્થો મુંબઇનો ફરાર આરોપી સલીમને આપવાનો હતો. આ અગાઉ બે વખત શૌમિલે મુંબઈમાં ડ્રગ્સ સપ્લાય કર્યું હતું. આરોપી વિનોદ નિઝામાં ફેકટરી દેખરેખ કરતો હતો. છેલ્લા સવા મહિનાથી આ ફેકટરી ચાલુ થઈ હોવાનું સામે આવ્યું છે. જણાવી દઈએ કે, અત્યાર સુધીમાં ૬૦૦ કરોડથી વધુનું ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું છે.

Related posts

આજે અરવલ્લીના મોડાસા ખાતે ગરીબ કલ્યાણ મેળો યોજાશે.

saveragujarat

ઇડર શહેર કોંગ્રેસ પક્ષના નેતાના રાજીનામાથી કોંગ્રેસ પક્ષમાં ખડભડાટ

saveragujarat

ચૈત્રી નવરાત્રિમાં અંબાજી મંદિરનો દર્શન-આરતીનો સમય બદલાયો

saveragujarat

Leave a Comment