Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારતરાજકીયવિદેશ

રાહુલ ગાંધીની સતત ત્રીજા દિવસે પણ ઇડી દ્વારા પૂછપરછ ઃ કોંગી આગેવાન અને કાર્યકરોએ ટાયર સળગાવી વિરોધ નોંધાવ્યોં

નવીદિલ્હી,તા.૧૫
નેશનલ હેરોલ્ડ પ્રકરણમાં ઈડીએ આજે સતત ત્રીજા દિવસે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની પૂછપરછ હાથ ધરી હતી તો.બીજી બાજુ રાહુલ ગાંધીજી ઈડી દ્વારા પૂછપરછના વિરોધમાં કોંગ્રેસ કાર્યકરો અને નેતાઓ દ્વારા પણ સતત ત્રીજા દિવસે વિરોધ પ્રદર્શન ચાલુ રહ્યું હતું.કાર્યક્રરોએ ટાયર સળગાવીને વિરોધ વ્યકત કર્યો હતો. દરમિયાન કોંગ્રેસના નેતા સુરજેવાલાએ આક્ષેપ કર્યો હતો કે પોલીસ દરવાજાે તોડીને કોંગ્રેસના કાર્યાલયમાં ઘુસી ગઈ હતી. અને મારપીટ કરી હતી.


બીજી બાજુ સામે પક્ષે પોલીસે બચાવ કર્યો હતો કે પોલીસે મારતા કરી નથી. પ્રદર્શનની મંજૂરી નહોતી મગાઈ કોંગ્રેસી કાર્યકરો નેતાઓના આજના વિરોધ પ્રદર્શન દરમિયાન ૧૦૦ જેટલા કોંગ્રેસ કાર્યકરોન આકાયત કરાઈ હતી. નેશનલ હેરોલ્ડ પ્રકરણમાં આજે ઈડીએ સતત ત્રીજા દિવસે પણ રાહુલ ગાંધીની પૂછપરછ કરતા કોંગ્રેસી કાર્યકરો નેતાઓના વિરોધ ફાટી નીકળ્યો હતો. કોંગ્રેસી કાર્યકરોએ ટાયરો સળગાવીને બેરીકેડ બોર્ડને વિરોધ વ્યકત કર્યો હતો. કોંગ્રેસ સાંસદ દીપેન્દ્રસિંહ ડ્ડડાએ સરકાર પર નિશાન સાધ્યુ હતું કે એ દુર્ભાગ્ય છે કે અમને અમારી પાર્ટીના મુખ્યાલય જવામાં રોકવામાં આવી રહ્યા છે.આવાસીય પરિસરને બેરિકેડ લગાવીને સીલ કરાવી દેવાયું છે. આ રાજજાતિક બદલાનો ઈશારો છે જયારે અન્ય એક કોંગ્રેસ નેતા અધરરંજને કહ્યું હતું કે સરકાર જ અપરાધી છે.જાે અપરાધીન હોય તો આવી રીતે લોકશાહીના ચિથરા ન ઉડાડે પ્રશાસનને કંઈક કહીએ છીએ તો તે કહે છે. અમને ઉપરથી નિર્દેશ અપાયા છે. અર્થાત તેમને મોદી શાહે નિર્દેશ આપ્યા છે હિન્દુસ્તાનમાં આવી બર્બરતા પહેલા કયારેય નથી જાેવા મળી બીજી બાજુ પાર્ટી કાર્યાલયની બહાર દેખાવ કરી રહેલા કોંગ્રેસી કાર્યકર્તાઓના પોલીસે અટક કરી હતી. છતીસગઢના મુખ્યમંંત્રી ભૂપેન્દ્ર પટેલ જણાવ્યું હતું કે દરેક મુદ્દાને રાહુલ ગાંધીએ ઉઠાવ્યા છે એટલે એમને પરેશાન કરવામાં આવી રહ્યા છે. ભાજપનો જે રાષ્ટ્રવાદ છે. તે આયાતિત છે, જેમાં વિરોધ કરનારને દબાવી દેવામાં આવે છે. રાજસ્થાનના મુખ્યમંત્રી ગેહલોતે કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે આ ૮ વર્ષનો કાળા અધ્યાય છે. કોંગેસનેતા સુરજેવાલાએ બધા પોલીસ વાળા પર એફઆઈઆરની માંગ કરી છે.

Related posts

આઝાદી કા અમૃત મહોત્સવ અને શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવ ઉપક્રમે ત્રિરંગા બાઈક મહારેલીનું પંચમહાલમાં આયોજન…

saveragujarat

તુર્કી-સીરિયામાં ભૂકંપ બાદ મૃત્યુઆંક ૪૦,૦૦૦ને પાર

saveragujarat

આતંક પીડિતોને એમબીબીએસ અને બીડીએસ કોર્સમાં એડમિશન માટે અનામત મળશે

saveragujarat

Leave a Comment