Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારતરાજકીય

ગુજરાત રાજ્ય માહિતી ખાતાના કર્મચારીઓની ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટી લિ.ની ચુંટણીસંપન્ન

સવેરા ગુજરાત, ગાંધીનગર તા. ૧૪

 

નવી કારોબારી સમિતિમાં પ્રમુખ તરીકે જયંતિભાઈ લાલજીભાઈ ચૌધરી તથા મંત્રી તરીકે
 દિલીપકુમાર રજનીકાંત ગજ્જરની સર્વાનુ મતે વરણી: અન્ય 13 સભ્યોની કારોબારીમાં

 

ગુજરાત રાજ્ય માહિતી ખાતાના કર્મચારીઓની ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટી લિ.ની ચુંટણી આજે
યોજાઇ હતી. રાજ્યભરની જિલ્લા માહિતી કચેરીમાંથી સૌ સભાસદ કર્મચારી – અધિકારીશ્રીઓએ આ ચુંટણીમાં
મતદાન કરી ઉત્સાહભેર ભાગ લીધો હતો. જંગી બહુમતીથી વિજયી થયેલા ૧૫ ઉમેદવારોની હાજરીમાં આજે
પ્રથમ વાર્ષિક સામાન્ય સભા પણ મળી હતી, જેમાં અવસાન પામેલા પાંચ સભાસદોના માનમાં બે મિનિટનું
મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
નવી કારોબારી સમિતિમાં પ્રમુખ તરીકે  જયંતિભાઈ લાલજીભાઈ ચૌધરી અને મંત્રી તરીકે સમાચાર
શાખાના દિલીપકુમાર રજનીકાંત ગજ્જરની સર્વાનુ મતે નિમણુંક કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય 13
સભ્યોની કારોબારી સભ્ય તરીકે વરણી કરવામાં આવી છે જેમાં  ગાભુજી સોમાજી ઠાકોર, પ્રહલાદ
હરીભાઈ ચૌધરી, શ્રી કિરીટકુમાર ખુશાલભાઈ બેન્કર, શ્રીમતી ફોરમ અમિત રાઠોડ,શ્રી દિનુભાઈ લલ્લુભાઈ
સોલંકી,  પરબતજી ઘેમરજી ચંડીસરા, ધર્મિષ્ઠાબેન હેમંતકુમાર સોની,  પરિમલ વિરાભાઈ પટેલ,
દેવાંગ રમેશચંદ્ર મેવાડા, રજાક આદમભાઈ ડેલા,રેશૃંગભાઈ શંકરભાઈ ચૌહાણ, શ્રી ધવલ
નરેશકુમાર શાહ અને શ્રી અંકુરકુમાર રમણલાલ શ્રીમાળીનો સમાવેશ થાય છે.
આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં ચૂંટણી અધિકારી તરીકે  દિનેશભાઇ ચૌહાણ અને મદદનીશ ચૂંટણી
અધિકારી તરીકે  ભરતભાઈ ગાંગાણી સહિત અન્ય 5 સભ્યની ટીમે ઉમદા સેવાઓ આપી હતી.

Related posts

ભારતની ચિંતા વધી, વિદેશથી આવતા મુસાફરોમાં ૩૯ કોવિડ પોઝિટીવ

saveragujarat

મમતા બેનર્જીએ પ્રેક્ષકોની બેઠક પરથી સંબોધન કર્યું

saveragujarat

રાજ્યના ૧૧૫ સરકારી વકીલોના પ્રોબેશન પૂર્ણ થયાના હુકમો કરાયા

saveragujarat

Leave a Comment