Savera Gujarat
કરંટ અફેયરતાજા સમાચારભારત

ધુળેટીમાં દિવસે દેવભૂમિ દ્વારકાના ત્રિવેણી સંગમમાં ન્હાવા પડેલા પાંચ કિશોર ડૂબી જતાં મોત

સવેરા ગુજરાત, દેવભૂમિ દ્વારકા તા. ૧૯
સમગ્ર રાજ્યમાં એક તરફ લોકો ધૂળેટીના પર્વની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે દેવભૂવમી દ્વારકામાં ૫ કિશોર ડૂબી જવાની ઘટનાથી તહેવાર પરિવાર માટે માતમમાં ફેરવાયો છે. જાે કે, પોલીસ સ્ટાફ અને નગરપાલિકા સ્ટાફને ઘટનાની જાણ થતા તાત્કાલીક સ્થળ પર દોડી આવ્યા હતા અને સ્થાનિક તરવૈયા રેસ્ક્યૂ કામગીરી હાથ ધરવામાં આવી અને તમામના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
રંગોનો તહેવાર એટલે હોળી-ધૂળેટી. કોરોના મહામારીને કારણે છેલ્લા બે વર્ષથી આ રંગોનો તહેવાર ફિક્કો પડ્યો હતો. ત્યારે આ વર્ષે ધૂળેટીના દિવસે લોકો હર્ષોલ્લાસ સાથે એકબીજાને રંગ લગાવી તહેવારની ઉજવણી કરી રહ્યા હતા. તે દરમિયાન દેવભૂમિ દ્વારકામાં એક શોકાવહ ઘટના બની છે. દેવભૂમિ દ્વારકાના ભાણવડ નજીક ૫ કિશોર ડૂબી જવાથી મોત નિપજતા ધૂળેટીનો તહેવાર માતમમાં ફેરવાયો છે. ધૂળેટી પર્વ પર ભાણવડ નજીક ત્રિવેણી નદીમાં ૫ કિશોર ન્હાવા પડ્યા હતા. તે દરમિયાન તમામ કિશોરોના ડૂબી જવાથી મોત નિપજ્યા છે. જાે કે ૫ કિશોર ડૂબી જવાની જાણ થતાં સ્થાનિક લોકો એકત્રિત થયા હતા. જે બાદ સ્થાનિક તરવૈયાઓ દ્વારા રેસ્ક્યૂ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે પોલીસ સ્ટાફ તેમજ નગરપાલિકાનો સ્ટાફ ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જાે કે, પાંચે કિશોરોના ડૂબી જવાથી મોત થતાં પરિવારજનોમાં તહેવાર માતમ છવાયો હતો.

મરણજનાર કિશોર
૧. જીતુ ભરતભાઈ કવા (ઉ.વ-૧૬) રહે શિવનગર, ભાણવડ
૨. હેમાંશું ભરતભાઈ રાઠોડ (ઉ.વ ૧૭) રહે ખરાવાડ, ભાણવડ
૩. ભૂપેન્દ્ર મુકેશબાઈ બગડા (ઉ.વ ૧૬) રહે રામેશ્વર પ્લોટ, ભાણવડ
૪. ધવલ ભાણજીભાઈ ચંડેગરા, રહે શિવનગર, ભાણવડ
૫. હિતાર્થે અશ્વિંગીરી ગોસ્વામી (ઉ.વ ૧૬) રહે શિવનગર, ભાણવડ

Related posts

પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી કૂવામાં નાખી દીધો

saveragujarat

લાલ દરવાજા ખાતે બનેલ AMTS બસ સ્ટેશનનું મુખ્યમંત્રીનાં હસ્તે લોકાર્પણ

saveragujarat

રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં પીવાના પાણી મુદ્દે હોબાળો

saveragujarat

Leave a Comment