Savera Gujarat
Other

સાબરકાંઠા જિલ્લા સહકારી સંઘ ઘ્વારા કો.ઓપરેટીવ કેડીટ સોસાયટીઓના હોદ્દેદારો અને કર્મચારીઓનો સેમિનાર યોજયો 

સવેરા ગુજરાત/ઇડર:-  ગુજરાત રાજય સહકારી સંઘની સહકારી શિક્ષણ યોજના અન્વયે સાબરકાંઠા જિલ્લા સહકારી સંઘના ઉપફમે હિંમતનગર તાલુકાની કો.ઓપરેટીવ ફેડિટ સોસાયટીના હોદ્દેદારો અને કર્મચારીઓ માટે સેમિનાર યોજાયો . જેમાં સમારંભના પ્રમુખ તરીકે અન્ન અને નાગરીક પુરવઠા મંત્રી  ગજેન્દ્રસિંહ પરમાર ઉપસ્થિત રહી પ્રેરક ઉદબોધન કર્યુ હતું . સમારંભના ઉદગાટક અને ડીસ્ટ્રીકટ કો.ઓપરેટીવ બેંકના ચેરમેન  મહેશભાઈ પટેલે દિપ પ્રગટાવી કાર્યક્રમને ખુલ્લો મુકયો હતો .

આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે સાબરકાંઠા જિલ્લા ખરીદ વેચાણ સંઘના ચેરમેન  જેઠાભાઈ પટેલ તથા અતિથિ વિશેષ તરીકે સાબરડેરીના વા.ચેરમેન  બ્રિજેશભાઈ પટેલ ઉપસ્થિત રહયા હતા . કાર્યફમની શરૂઆતમાં જિલ્લા સહકારી સંઘના ચેરમેન  જશુભાઈ પટેલે સ્વાગત પ્રવચન કર્યુ હતું . આભારવિધી વાઈસ ચેરમન  બાબુભાઈ દેસાઈ એ કરી હતી . સમગ્ર કાર્યક્રમનું આયોજન સંઘના માનદમંત્રી  જિતેન્દ્રભાઈ પટેલ તથા સંઘના એકઝીકયુટીવ ઓફીસર યશવંતભાઈ જોષીએ કર્યુ હતું . કાર્યકમનું સંચાલન સંઘના મહિલા સી.ઈ.આઈ. રમાબેન ખરાડીએ કર્યુ હતું . સદર કાર્યફમમાં કુલ -૧૦૦ પ્રતિનિધિઓએ હાજરી આપી હતી .

Related posts

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૩૫ વર્ષના બે બ્રેઇનડેડ અંગદાતાઓના અંગદાનથી ૭ વ્યક્તિઓના જીવનમાં ઉજાસ પથરાયો

saveragujarat

કાશ્મીરીઓને કહ્યું- ‘હું પાકિસ્તાન નહીં તમારી સાથે વાત કરીશ’ -Amit Shah

saveragujarat

રખડતા ઢોર મુદ્દે કથાકાર રમેશ ઓઝા લાલાઘૂમ, કહ્યું; ‘ગાયની સેવા કર્યા સિવાય દૂધ પીશો તો તે નહીં પચે’

saveragujarat

Leave a Comment