Savera Gujarat
તાજા સમાચારભારતરમત ગમત

BCCIએ T20 વર્લ્ડ કપ માટે ટીમ India ની ‘ઈન્ટ્રોડયુઝિંગ ધ બિલિયન ચીયર્સ જર્સી’ લોન્ચ કરી…

સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) અને ઓમાનમાં 17 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની નવી જર્સી લોન્ચ કરવામાં આવી છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ બુધવારે એક ટ્વીટમાં ટીમની નવી જર્સી ચાહકો સાથે શેર કરી હતી. BCCI એ એક ટ્વિટમાં લખ્યું, ‘ઈન્ટ્રોડયુઝિંગ ધ બિલિયન ચીયર્સ જર્સી.’

T20 વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયાની જર્સી લોન્ચ કરવામાં આવી છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એ બુધવારે ટીમ ઈન્ડિયાની જર્સી લોન્ચ કરી.

ભારત 24 ઓક્ટોબરે પાકિસ્તાન સામેની મેચથી તેમના T20 વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત કરશે.

T20 વર્લ્ડ કપ માટે પસંદ થયેલા ભારતીય ખેલાડીઓ હાલમાં યુએઈમાં (UAE)છે. અને IPL 2021 માં ભાગ લઈ રહ્યા છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એ અગાઉ કહ્યું હતું કે ટીમ ઇન્ડિયાની નવી જર્સી બુધવારે લોન્ચ કરવામાં આવશે.

ટીમ ઇન્ડિયાની નવી જર્સી જૂની જર્સીથી થોડી અલગ છે. ટીમ ઇન્ડિયાએ અત્યાર સુધી જે જર્સી પહેરી હતી તેનો કલર ઘેરો વાદળી હતો.

આ જર્સી પણ સમાન રંગની છે પરંતુ તેની ડિઝાઇન અલગ છે. તેની વચ્ચે આછા વાદળી રંગની પટ્ટી પણ છે. અગાઉની જર્સીમાં, ખભા પર તિરંગો હતો, પરંતુ આ જર્સીના ખભા પર કોઈ ડિઝાઇન નથી.

BCCI ના સત્તાવાર એકાઉન્ટમાંથી ટ્વીટમાં વિરાટ કોહલી, રોહિત શર્મા, કેએલ રાહુલ, રવિન્દ્ર જાડેજા અને જસપ્રીત બુમરાહને નવી જર્સી સાથે જોઈ શકાય છે.

તેની જગ્યાએ ટીમ ઇન્ડિયાની નવી જર્સી મુકવામાં આવી છે. MPL સ્પોર્ટ્સ ભારતીય ટીમની સત્તાવાર કીટ સ્પોન્સર છે.

ટીમ ઇન્ડિયાની આ કીટને ‘બિલિયન ચીયર્સ જર્સી’ નામ આપવામાં આવ્યું છે.

Related posts

મુખ્તારની કંપનીનો મોટા બિલ્ડરો – વ્હાઈટ કોલર માફિયાઓની સાંઠગાંઠનો ખુલાસો

saveragujarat

અમદાવાદ સિવિલ મેડિસીટીની કિડની ઇન્સ્ટીટ્યુટ દ્વારા “વિશ્વ અંગદાન દિવસ” નિમિત્તે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

saveragujarat

ફોટોશૂટમાં પોઝ આપવા માટે કપલ સ્ટેજ પર પડ્યા

saveragujarat

Leave a Comment