Daily Newspaper

Modasaમાં કથિત નકલી સિંચાઈ કચેરી મામલે કાર્યપાલક ઈજનેર વિરુદ્ધ ફરિયાદ

Modasaમાં કથિત નકલી સિંચાઈ કચેરી મામલે કાર્યપાલક ઈજનેર વિરુદ્ધ ફરિયાદ


મોડાસા શહેરના માલપુર રોડ પર આવેલ તિરૂપતિ રાજ બંગ્લોઝમાં સોસાયટીના એક મકાનમાંથી 9 મહિના અગાઉ સિંચાઈની કથિત નકલી કચેરી મળી આવી હતી.

આ મામલે સ્થાનિક કક્ષાએથી તપાસ સમિતિ રચાઈને તપાસ હાથ ધરવામાં આવી હતી. બાદમાં સમગ્ર અહેવાલ સરકારમાં મોકલી આપવામાં આવતાં નિવૃત્તિ બાદ કરાર આધારિત કાર્યપાલક ઈજનેર તરીકે ફરજ બજાવતા પી.એમ.ડામોરે ભ્રષ્ટાચાર આચરી સરકારને નુકસાન પહોંચાડયુ હોવાનું સામે આવ્યુ હતું. જે અહેવાલને આધારે કાર્યપાલક ઈજનેર વિરૂધ્ધ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. સ્થળ ઉપરના કામોના માપ અને માપપોથીના માપોમાં વિસંગતાઓ જણાઈ આવતાં રાજ્ય સરકારની સૂચના બાદ કરાર આધારિત કાર્યપાલક ઈજનેર વિરૂધ્ધ ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે.

ગત વર્ષે રર મે ના રોજ મોડાસામાંથી પંચાયત વિભાગની કથિત નકલી કચેરી બાયડ ધારાસભ્યએ ઝડપી લીધી હતી અને તંત્રને જાણ કરી હતી. જનતા રેડ કરી ધારાસભ્યએ કથિત નકલી કચેરી ઝડપી લેતાં ખળભળાટ મચી ગયો હતો. કથિત નકલી કચેરીને પગલે પોલીસ દોડી આવી હતી અને નાયબ ડીડીઓની હાજરીમાં તે જગ્યાએથી કોમ્પ્યુટર, પ્રિન્ટર, રબર સ્ટેમ્પ, મેજર બુક, તળાવો ભરવાના મંજુરીપત્રો સહિત 69 વસ્તુઓ પંચ રોજકામ કરી જપ્ત કરવામાં આવી હતી. બાદમાં અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના અધ્યક્ષ કમિટિ રચી નાયબ કાર્યપાલક ઈજનેર,વિભાગીય હિસાબી કર્મચારી અને કોમ્પ્યુટરની ચકાસણી માટે ડીએલઈ કર્મચારીનો સમાવેશ કરી તપાસ શરૂ કરાઈ હતી. આ કમિટિએ તપાસ કરી ઓગસ્ટમાં 20 પાનાનો અહેવાલ બંધ કવરમાં અરવલ્લી જિલ્લા વિકાસ અધિકારીને સુપ્રત પણ કર્યો હતો. આ અહેવાલ સરકારમાં મોકલવામાં આવતાં નર્મદા અને જળ સંપત્તિ,પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ વિભાગના ઉપ સચિવે સમગ્ર બનાવ અંગે પોલીસ ફરિયાદ કરવાનો આદેશ કર્યો હતો.



Source link

error: Content is protected !!