રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમાર અત્યારે વિવાદમાં સપડાયા છે. એક યુવકને માર મારવાના કેસમાં મંત્રી ભીખુસિંહ પરમારના પુત્રો સામે આખરે હવે ફરિયાદ નોંધાઈ છે. મારામારી કેસમાં મંત્રીના પુત્રો સામે ફરિયાદ નોંધાઈ છે. કૂલ 6 આરોપીઓ વિરૂદ્ધ મોડાસા ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
6 આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ
તમને જણાવી દઈએ કે રણજીતસિંહ, કિરણસિંહ, જિલ્લા યુવા મોરચાના પ્રમુખ અમિશ પટેલ સહિત 6 આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ભોગ બનનાર જયમીન ત્રિવેદીએ ફરિયાદ નોંધાવી છે. યુવકને માર મારતો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. થોડા દિવસ અગાઉ જ ભીખુસિંહ પરમારના પૌત્રની કેટલાક શખ્સ સાથે મારામારી થઈ હતી અને આ શખ્સને પાઠ ભણાવવા ભીખુસિંહના પુત્રો પોલીસમાં ફરિયાદ કરવાના બદલે કાયદો હાથમાં લઈને યુવાનને ઢોર માર માર્યો હતો. પુત્ર અને પૌત્રની મારામારીની બંને ઘટના સીસીટીવીમાં કેદ થયા બાદ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. વીડિયોમાં દેખાય છે કે ભીખુસિંહના પુત્રો એક એક્ટિવા ચાલકની ધોલાઈ કરે છે. ભાજપના મંત્રીના પુત્રનો આ વીડિયો સામે આવ્યા બાદ હોબાળો મચી જોવા પામ્યો છે.
મંત્રી ભીખુસિંહ પરમારનું પુત્ર અને પૌત્રની મારામારી મામલે ભેદી મૌન
ત્યારે ચોંકાવનારી બાબત તો એ છે કે ગાંધીનગરમાં ભાજપના મંત્રી ભીખુસિંહ પરમારનું પુત્ર અને પૌત્રની મારામારી મામલે ભેદી મૌન જોવા મળ્યું છે. મંત્રી ભીખુસિંહ પરમાર મીડિયાથી બચવા મંત્રી MLA પ્રવેશદ્વાર પહોંચ્યા અને જય શ્રી રામ કહી રવાના થઈ ગયા હતા. આ મામલે કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરવાની બચ્યા હતા. ઉલ્લેખનીય છે કે અગાઉ મંત્રીના પૌત્રનું નામ BZ કૌભાંડમાં પણ આવ્યું હતું.
પોલીસની કામગીરી સામે લોકોની બાજ નજર
આ ઘટના બાદ ગાંધીનગર વિધાનસભામાં બજેટ સત્રની ચર્ચામાં ભાજપ મંત્રી ભીખુસિંહ જોવા મળ્યા હતા. પરંતુ પોતાના પુત્રો અને પૌત્રની મારામારીને લઈને મીડિયા દ્વારા થતાં કથિત પ્રશ્નોથી બચવા તેઓ MLA પ્રવેશદ્વારના માર્ગે રવાના થયા હતા. નોંધનીય છે કે ભીખુસિંહ પરમાર અરવલ્લી જિલ્લાના મોડાસા વિધાનસભા મતવિસ્તારમાંથી ગુજરાત વિધાનસભાના સભ્ય છે. 2022ની ચૂંટણીમાં ભાજપનું પ્રતિનિધિત્વ કરતાં તેમણે સારો દેખાવ કર્યો હતો અને એટલે જે આ વિસ્તારમાં તેમના પુત્રો ખુલ્લેઆમ દાદાગીરી કરતાં જોવા મળ્યા છે. આ મામલે પોલીસ શું કાર્યવાહી કરે છે તેને લઈને તમામની નજર છે.