Daily Newspaper

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વર્ષ ૨૦૨૪ માં હિમોફિલિયાના દર્દીઓ માટે રૂ.૮ કરોડના ખર્ચે જીવનરક્ષક ક્લોટીંગ ફેક્ટર ઇંજેક્શન પુરા પાડવામાં આવ્યા

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વર્ષ ૨૦૨૪ માં હિમોફિલિયાના દર્દીઓ માટે રૂ.૮ કરોડના ખર્ચે જીવનરક્ષક ક્લોટીંગ ફેક્ટર ઇંજેક્શન પુરા પાડવામાં આવ્યા

ઓપરેશન ની જરૂર હોય તેવા ૧૮ હિમોફીલીયાના દર્દીઓને જરુરી ક્લોટીંગ ફેક્ટર ઇંજેક્શનો આપી ઓપરેશન કરી જીવ બચાવવામાં આવ્યો

રાજ્ય સરકાર દ્વારા GMSCL મારફતે ખરીદી કરી આ ઇન્જેક્શન સરકારી સિવિલ હોસ્પિટલમાં તમામ જરુરીયાતમંદ દર્દીઓને નિ:શુલ્ક આપવામાં આવે છે

હિમોફિલિયા એ લોહી ગંઠાવા માટે જરુરી ક્લોટીંગ ફેક્ટર-૭, ૮ અને ૯ ની જન્મજાત ઉણપથી થતી દુલર્ભ બીમારી છે.
આ ક્લોટીંગ ફેક્ટરની ઉણપ લોહીની ગંઠાઈ જવાની ક્ષમતાને અસર કરે છે જેથી આ બીમારીથી પીડીત દર્દી ને સામાન્ય ઇજા પછી પણ સ્વયંભૂ રક્તસ્રાવ થાય છે અને લાંબા સમય સુધી રક્તસ્રાવ ચાલુ રહે છે.
હિમોફિલિયા બીમારી વિશે ની વધુ વિગતો જણાવતા ડૉ.રાકેશ જોશી એ જણાવ્યુ હતુ કે, હિમોફીલીયા ના દર્દીઓને રક્તસ્રાવના એપિસોડને રોકવા માટે આ ક્લોટીંગ ફેક્ટર-૭, ૮ અથવા ૯ ના ઇન્જેક્શનની જરૂર પડતી હોય છે. જો કે, આ સારવાર માટે જરુરી એવા ક્લોટીંગ ફેક્ટર-૭, ૮ અને ૯ ઇન્જેક્શન મોંધા હોવાથી કોઇ ને પણ પરવડે તેમ હોતા નથી.
રાજ્ય સરકાર દ્વારા જીએમએસસી એલ મારફતે ખરીદી કરી આ ઇન્જેક્શનો સરકારી સિવિલ હોસ્પિટલોમાં તમામ જરુરીયાતમંદ દર્દીઓને નિ:શુલ્ક આપવામાં આવે છે.
સિવિલ હોસ્પિટલ અમદાવાદ ની વાત કરી એ તો વર્ષ ૨૦૨૪ માં કુલ ૧૫૩ દર્દીઓને હિમોફીલીયાની સારવાર અંતર્ગત રક્તસ્ત્રાવની રોકથામ એટલે કે પ્રિવેન્શન માટે તેમજ રક્ત સ્ત્રાવ શરુ થયો હોય તો તેને બંધ કરવા માટે વિવિધ ફેક્ટર ( ફેક્ટર-૭, ૮, ૯) ના ઇન્જેક્શન આપી તેમનો જીવ બચાવવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે , ઉક્ત ૧૫૩ માંથી ૧૮ હિમોફીલીયા ના દર્દી બીજી કોઇ બીમારી ના કારણે ઓપરેશનની જરુર હોય તેવા હતા જેમનુ ઓપરેશન આ ફેક્ટર ના ઇન્જેક્શન આપીયે તો જ શક્ય બને તેમ હતુ.

જો વિવિધ ફેકટર ઇન્જેક્શન ની વાત કરી એ તો વર્ષ ૨૦૨૪ માં ૧ કરોડ ૪૬ લાખ ૮૭ હજાર ના ફેક્ટર-૮ ,
૯૬ લાખ ૫૯ હજાર ના ફેક્ટર-૯,
૪૩ લાખ ૬૮ હજાર ના ફેક્ટર -૭ અને ફેક્ટર-૯ ઇનહીબીટર,
અંદાજીત ૭૦ લાખ ના ફેક્ટર-૭ તેમજ ૪ કરોડ ૫૦ લાખ કરતા વધારે ના રક્ત સ્ત્રાવ રોકવા માટે ના EMICIZUMAB ઇંજેક્શનો મળી કુલ ૮ કરોડ ૮ લાખ કરતા વધુ ની સારવાર રાજ્ય સરકાર ના આરોગ્ય વિભાગ દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે થી કરવામાં આવી હોવાનું સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોશી એ જણાવ્યુ હતુ.

Shivkumar Sharma

error: Content is protected !!