અમદાવાદ, : વડોદરાની EME સ્કૂલ ખાતે 13 અને 14 ફેબ્રુઆરી 2025ના રોજ બે દિવસીય ‘આર્મમેન્ટ અને ઓપ્ટ્રોનિક્સ અંગે ટેકનોલોજી સેમિનાર’નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ટેકનોલોજી સેમિનારમાં સર્વિસ હેડક્વાર્ટર, DRDO, OEM/ઉદ્યોગજગતના ભાગીદારો અને પ્રખ્યાત શિક્ષણ સંસ્થાઓના નિષ્ણાતોનો સમૂહ જોવા મળ્યો હતો, જેણે આવિષ્કારી ઉકેલ, સહયોગ અને ભાગીદારી માટે અસરકારક વ્યૂહરચના ઓળખી કાઢવા માટે આગળ વધવાનો માર્ગ મોકળો કર્યો હતો. આ સંયુક્ત પ્રયાસો ‘આત્મનિર્ભરતા’ને સમર્થન આપશે અને સંરક્ષણ ક્ષમતાઓ મજબૂત અને બદલાતા જોખમો માટે અનુકૂલનશીલ રહે તેવું સુનિશ્ચિત કરશે. બે દિવસના સેમિનારમાં વડોદરાની EME સ્કૂલને ઉચ્ચ કેલિબર વેપન સિસ્ટમ્સ, નાના શસ્ત્રો, SWIR ટેકનોલોજી આધારિત ઓપ્ટ્રોનિક્સ અને સ્પેસબોર્ન ઇમેજિંગ સેન્સર્સમાં ટેકનોલોજી પહેલને આત્મસાત કરવાની એક અનોખી તક મળી હતી, જે ભવિષ્યલક્ષી ટેકનોલોજી પ્રાપ્ત કરવા અને ટકાઉપણા માટે મૂળભૂત છે.
લેફ્ટનન્ટ જનરલ નીરજ વાર્શ્નેય, VSM, કમાન્ડન્ટ, MCEME દ્વારા 13 ફેબ્રુઆરી 2025ના રોજ ઉદ્ઘાટન ભાષણ સાથે આ સેમિનારની શરૂઆત થઈ હતી અને લેફ્ટનન્ટ જનરલ દેવેન્દ્ર શર્મા, PVSM, AVSM, SM, GOC-in-C, ARTRAC દ્વારા મુખ્ય ભાષણ આપવામાં આવ્યું હતું તેમજ 14 ફેબ્રુઆરી 2025ના રોજ લેફ્ટનન્ટ જનરલ વિનીત ગૌર, PVSM, AVSM, ક્ષમતા વિકાસ મહાનિદેશક દ્વારા સમાપન ભાષણ આપવામાં આવ્યું હતું, જેનાથી સમગ્ર સેમિનારની કાર્યવાહીને યોગ્ય પ્રોત્સાહન મળ્યું હતું. શિક્ષણ સંસ્થાઓ, ઉદ્યોગજગત તેમજ સંશોધન અને વિકાસ સંગઠનો અને ભારતીય સૈન્ય કુલ 18 પ્રખ્યાત વક્તાઓએ આર્મમેન્ટ અને ઓપ્ટો ઇલેક્ટ્રોનિક પ્રણાલીઓમાં ઉભરતા વૈશ્વિક વલણો પર પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. ભારતીય સેનાની તાલીમ સંસ્થાઓમાં આ સેમિનારનું લાઇવ સ્ટ્રીમિંગ કરવામાં આવ્યું હતું જેનો ઉદ્દેશ્ય તમામ યુવા માનસને ઉત્તેજિત કરવાનો હતો, જેઓ યુદ્ધ લડાઈમાં નવા યુગની ટેકનોલોજી પ્રાપ્ત કરવાનું સુનિશ્ચિત કરવા માટે જવાબદાર રહેશે અને આ ‘પરિવર્તનના દાયકા’માં સૈન્ય સંબંધિત બાબતોમાં ક્રાંતિના આધારસ્તંભ અને વિકસિત ભારત-2047ના નિર્માણની આધારશીલા બનશે.
અંતે, ભારતીય સશસ્ત્ર દળોમાં ચાલી રહેલા પરિવર્તનને સક્ષમ બનાવવા માટે ભારતીય સેનાના આર્મમેન્ટ અને ઓપ્ટ્રોનિક્સ પ્રણાલીઓના સંશોધન અને વિકાસ, ટેકનોલોજી પ્રાપ્તિ અને જાળવણીમાં વધુ સારા સહયોગના ઉદ્દેશ્ય સાથે સેમિનારનું ઉચ્ચ સ્તરે સમાપન થયું હતું.