ગોધરા (પંચમહાલ):શ્રી જે.એલ. કે કોટેચા આર્ટસ એન્ડ શ્રીમતી એસ .એસ. ગાર્ડી કોમર્સ કોલેજ કાંકણપુર અને એન.એસ.એસ વિભાગ દ્વારા જિલ્લા ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ જિલ્લા ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક જાગૃતિ લાવવા માટે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સર્વોદય ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજમેન્ટ ટ્રસ્ટી મૌલિનભાઈ શાહ તેમજ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના આચાર્ય ડો. જે . પી. પટેલના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો. જેમાં પંચમહાલ જિલ્લાના ટ્રાફિક પોલીસ વિભાગના પી.એસ.આઇ. ડી.એન. પરમાર, એસ. એસ.આઈ. કરણસિંહ પરમાર ,પી.સી. રણવીરસિંહ રાહુલજી,પી.સી. રામદેવસિંહ ,પી.સી .વિક્રમસિંહ દ્વારા ટ્રાફિક જાગૃતિ અભિયાન અંગે કાકણપુર કોલેજના વિદ્યાર્થીઓને ટ્રાફિક અંગે જુદી જુદી માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કોલેજના 200 થી વધુ વિદ્યાર્થીઓ હાજર રહી અને ટ્રાફિક ના નિયમો પાલન કરવા પ્રતિજ્ઞા લીધી હતી:
કણપુર આર્ટસ અને કોમર્સ કોલેજમાં જિલ્લા ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ યોજાયો
