Daily Newspaper

PATHCONBJ 2025″ રાષ્ટ્રીય પેથોલોજી કોન્ફરન્સ અમદાવાદ,

PATHCONBJ 2025″ રાષ્ટ્રીય પેથોલોજી કોન્ફરન્સ અમદાવાદ,

PATHCONBJ 2025″ રાષ્ટ્રીય પેથોલોજી કોન્ફરન્સ અમદાવાદ, ગુજરાતમાં આયોજિત થવા જઈ રહી છે, જે પેન્ડેમિક પછીની સૌથી મોટી પેથોલોજી કોન્ફરન્સ હશે.

આ કોન્ફરન્સ ચેરપર્સન ડૉ. હંસા ગોસ્વામી અને ઓર્ગેનાઈઝિંગ સેક્રેટરી ડૉ. મહેશ્વરી દ્વારા સંચાલિત થઈ રહી છે. અમદાવાદ, જે તેની વૈભવી હેરીટેજ માટે પ્રખ્યાત છે, તેવા ઐતિહાસિક શહેરમાં આ મહત્ત્વપૂર્ણ સમારંભ યોજાશે.

રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પેથોલોજી નિષ્ણાતો કેન્સર, લોહીના રોગો અને આધુનિક નિદાન પદ્ધતિઓ જેવી કે ફ્લોસાયટોમેટ્રી, મોલિક્યુલર ડાયગ્નોસ્ટિક્સ અને AI (Artificial Intelligence) પર વિસ્તૃત ચર્ચા કરશે.

ગુજરાત અને સમગ્ર દેશમાંથી 600 પેથોલોજિસ્ટ, અધ્યાપકો અને અનુસ્નાતક વિદ્યાર્થીઓ આ કોન્ફરન્સમાં ભાગ લેશે. 160 પેપર અને પોસ્ટર રજુ કરાશે, જેમાં ટોપ 3 વિજેતાઓને સન્માનિત કરવામાં આવશે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી રૂષિકેશભાઈ પટેલ 15મી ફેબ્રુઆરીના રોજ સાંજે 4.30 કલાકે સરદાર વલ્લભભાઈ પટેલ સ્મારક, શાહીબાગ ખાતે આરોગ્ય અધિકારીઓ સાથે કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરશે.

આ કોન્ફરન્સ ગુજરાતના આરોગ્યક્ષેત્ર માટે એક ઐતિહાસિક ઉન્નતિસમાન પ્રસંગ સાબિત થશે

Shivkumar Sharma

error: Content is protected !!