Daily Newspaper

જાલીયા પ્રાથમિક શાળામા કાંકણપુર કોલેજની NSS ની સાત દિવસીય વાર્ષિક શિબિર યોજાઈ

જાલીયા પ્રાથમિક શાળામા કાંકણપુર કોલેજની NSS ની સાત દિવસીય વાર્ષિક શિબિર યોજાઈ

પંચમહાલ: ગોધરા તાલુકાના જાલીયા પ્રાથમિક શાળામાં શ્રી જે.એલ.કે. કોટેચા આર્ટ્સ અને શ્રીમતી એસ. એચ.ગાર્ડી કોમર્સ કોલેજ, કાંકણપુરના રાષ્ટ્રીય સેવા યોજના એકમ NSS ના સાપ્તાહિક વાર્ષિક કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં ઉદ્દઘાટન સમારંભમા પ્રમુખ તરીખે પ્રો. ગ્રેગરી (જેઓ U.S.A. મા નિવાસ અને હાલમાં આદિવાસી સમાજના રાઠવા સમાજ પર સંશોધન કાર્ય કરી રહયા છે.) ઉપસ્થિત રહયા હતા.જેમને અધ્યક્ષ સ્થાન શોભાવ્યું હતું. પ્રારંભમાં જાલીયા શાળાની બાલિકાઓએ પ્રાર્થના ગીત રજૂ કર્યું હતું. મંચસ્થ મહેમાનો દ્વારા દીપ પ્રાગટય કરવામાં આવ્યું હતું. કોલેજના પ્રોગ્રામ ઓફિસર પ્રા.સાબતસિંહ પટેલ દ્વારા સપ્તાહ દરમિયાન યોજાનાર વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ અને કાર્યક્રમોની રૂપરેખા આપવામાં આવી હતી. કોલેજના પ્રિન્સિપાલ ડૉ. જે.પી.પટેલે સ્વાગત પરિચય આપ્યો હતો. મુખ્ય મહેમાન તરીકે ગામના સરપંચ ઉપસ્થિત રહયા હતા. અતિથિ વિશેષ તરીકે શ્રી શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ના AC મેમ્બર રાઠવા, શાળાના આચાર્ય પરષોત્તમદાસ, SMC અધ્યક્ષ અને સભ્યઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત તજજ્ઞોએ રાષ્ટ્રીય સેવા યોજનાના ઉદ્દેશયો અને પ્રવૃત્તિઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. ઉદ્દઘાટન કાર્યક્રમનું સંચાલન NSS વોલિંટિયર ભાવિકભાઈએ કર્યું હતું. ઉદઘાટનનું આભાર દર્શન ડૉ. મોહસીન ગરાના અને સમાપન સમારંભનું આભાર દર્શન ડૉ. નિતીન ધમસનિયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળા કોલેજનો સ્ટાફ, એન.એસ.એસ.ના સ્વયં સેવકો, વિદ્યાર્થીઓ, વાલીઓ, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Shivkumar Sharma

error: Content is protected !!